– સુસ્મિતાના ભાઈએ ચાહકોને ચકરાવે ચઢાવ્યા
– એક વાર છૂટા પડયા પછી પુનર્મિલન થયું પછી ફરી છૂટાં પડયાં હતાં
મુંબઈ: સુસ્મિતા સેનના ભાઈ રાજીવ અને તેની એક્સવાઈફ ચારુ અસોપાના રોમાન્ટિક ફોટા વાયરલ થતાં ચાહકો માથું ખંજવાળી રહ્યા છે.
રાજીવ અને ચારુ લગ્ન બાદ છૂટાં પડી ગયાં હતાં. જોકે, થોડા સમય બાદ તેમણે ફરી જાહેર કર્યું હતું કે તેઓ દીકરી ખાતર પોતાના લગ્ન જીવનને વધુ એક તક આપવા માગે છે. ફરી થોડા મહિનાઓ બાદ તેમણે જાહેર કર્યું હતું કે તેઓ સાથે રહી શકે તેમ નથી આથી કાયમ માટે છૂટાં પડી રહ્યાં છે.
હવે ચારુ અને રાજીવના બેહદ રોમાન્ટિક ફોટા વાયરલ થયા છે. રાજીવનો જન્મદિવસ ચારુએ બહુ હોંશભેર મનાવ્યો હતો અને તેને આલિંગન આપતા રોમાન્ટિક પોઝ સાથે અનેક ફોટા પડાવ્યા હતા.
ચારુએ આ ફોટા પોસ્ટ કરી રાજીવને ઉમળકા સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. રાજીવે પણ તેનો એટલા પ્રેમથી જ જવાબ આપ્યો છે.
અગાઉ ચારુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે દીકરી જિયાનાને માતા પિતા બંનેનો પ્રેમ મળે તેમ ઈચ્છે છે અને એટલે જ તે રાજીવ ને મળે છે.
જોકે, આ વધારે પડતી રોમાન્ટિક તસવીરોએ ચાહકોને વિચારતા કરી દીધા છે.