– સાબરમતી રીપોર્ટ ફિલ્મ પછી ધમકીઓ મળી હતી
– હંગામી બ્રેક છે કે પછી કોઈ પબ્લિસિટી સ્ટન્ટ તે વિશે ચાહકોમાં અટકળો
મુંબઇ : પહેલાં ‘બાલિકા બધુ’ જેવી ટીવી સિરિયલ, બાદમાં ‘મિર્ઝાપુર’ જેવી વેબ સીરિઝ અને તાજેતરની ‘૧૨વી ફેઈલ’ જેવી વખણાયેલી ફિલ્મોથી જાણીતા બનેલા કલાકાર વિક્રાંત મેસીએ માત્ર ૩૭ વર્ષની વયે એક્ટિંગ છોડવાની જાહેરાત કરતાં અસંખ્ય ચાહકો ઉપરાતં સંખ્યાબંધ બોલિવીડ સેલિબ્રિટીઓ પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. વિક્રાંત ખરેખર કાયમી કે પછી હંગામી બ્રેક લઈ રહ્યો છે કે બોલીવૂડની સ્ટાઈલ પ્રમાણે આ કોઈ પબ્લિસિટી સ્ટન્ટ છે તે વિશે પણ અટકળો વ્યક્ત થઈ રહી છે. વિક્રાંતની તાજેતરની ગોધરા કાંડ પરની ફિલ્મ ‘સાબરમતી રીપોર્ટ’ રીલિઝ થયા બાદ તેને તથા તેના પરિવારજનોને હત્યાની ધમકીઓ મળી હતી તેની સાથે આ સન્યાસની જાહેરાતને કોઈ કનેક્શન છે કે કેમ તે વિશે પણ ચર્ચાઓ ચાલી રહી છે.