ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત થતા મારામારી
લોખંડના સળિયાથી યુવકને માર માર્યો
માર મારીને અસામાજિક તત્વો થયા રફૂચક્કર

રાજ્યમાં મારામારી કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પંચમહાલના હાલોલ ટોલ પ્લાઝા પાસે ટેન્કર ચાલકને અટકાવી માર મારતાં લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ટોલ પ્લાઝા પાસે જાહેરમાં મારામારી કરવામાં આવી છે. ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત થયા બાદ આ મારામારી કરવામાં આવી હતી.

બાઈક સવારોએ દાદાગીરી કરી હતી અને ટેન્કરચાલકને માર માર્યો

કાલોલના બોરૂ ટર્નિગ પાસે બાઈક સાથે અકસ્માતની ઘટના થવાની શકયતાઓને લઈ બાઈક સવારો દ્વારા ટેન્કરને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ બીજી તરફ ટેન્કર ચાલકે ડરના કારણે પોતાની ટેન્કર ભગાવી ટોલ પ્લાઝા પાસે ઉભી રહેલી આરટીઓની ગાડી પાસે જઈ ઉભી કરી દીધુ હતું. ત્યારે આરટીઓનું વાહન ઉભું હોવા છતાં બાઈક સવારોએ દાદાગીરી કરી હતી અને ટેન્કરચાલકને માર માર્યો હતો.

માર મારીને અસામાજિક તત્વો રફુચક્કર થઈ ગયા

ટેન્કર ચાલકને કાચ સાફ કરવાના લોખંડના વાઈપર વડે માર મારવામાં આવ્યો હતો, ત્યારે આરટીઓના સિક્યુરિટીએ ચાલકને બચાવ્યો હતો, જોકે આ દરમિયાન બાઈક ઉપર આવેલા શખ્સો ટેન્કર ચાલકને માર મારી ત્યાંથી અચાનક જ રફુચક્કર થઈ ગયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *