એનએસએસ વિભાગ થેલેસેમિયા જાગૃતિનું એક સેન્ટર બને તે માટે કોલેજ દ્વારા પ્રયાસ કરાયો. ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે એનએસએસ વિભાગ દ્વારા અને યુનિવર્સિટીના અને સરકારશ્રીના પરિપત્રને અનુલક્ષીને વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે અને ખાસ પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં થેલેસેમિયાના દર્દીઓ ખૂબ વધુ છે ત્યારે તેના માટે “થેલેસેમિયા એક ગંભીર બીમારી” વિષય પર એક દિવસીય સેમીનાર નું આયોજન થયું હતું જેમાં ગોધરાના જાણીતા ડોક્ટર અને સમાજસેવક તેમજ લોકવિજ્ઞાન કેન્દ્રના પ્રેસિડેન્ટ ડો. સુજાત વલી સાહેબે ખાસ પોતાના વક્તવ્ય દ્વારા તેમજ વિડીયો ફિલ્મની મદદથી વિદ્યાર્થીઓને થેલેસેમીયા અંગે જાગૃત કર્યા હતા. વિદ્યાર્થીઓએ પણ વિવિધ રચનાત્મક પોસ્ટરોની મદદથી અન્ય વિદ્યાર્થીઓને થેલેસેમિયાના વિવિધ લક્ષણો તેમજ થેલેસેમિયા વિશે ઊંડાણપૂર્વક ની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓના પોસ્ટર પ્રેઝન્ટેશનને વલી સાહેબ તેમજ પ્રિન્સિપાલ શ્રી ડો એમ બી પટેલ એ ખૂબ જ વખણ્યા હતા. આ ઉપરાંત ગોધરા કોલેજ નો એનએસએસ વિભાગ થેલેસેમિયા જાગૃતિનું અગત્યનું કેન્દ્ર બને તે માટે પ્રિન્સિપાલ શ્રીએ સૌને અપીલ કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને આયોજન એસવાય બીએસસી માઇક્રોબાયોલોજી વિભાગના એનએસએસના વોલેન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. જેનું માર્ગદર્શન પ્રોગ્રામ ઓફિસર ડો રૂપેશ એન નાકરે કર્યું હતું. સંચાલન સંબંધીત સહકાર સ્પોર્ટ્સ ડાયરેક્ટર તેમજ એનએસએસ પીઓ હંસાબેન ચૌહાણ એ આપ્યો હતો. પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.