અમદાવાદ,બુધવાર,24
જુલાઈ,2024

જુન મહિનાથી અમદાવાદમાં વરસાદનું આગમન થયુ હતુ.બુધવારે
વાતાવરણમાં આવેલા પલટા બાદ શહેરના મોટાભાગના વિસ્તારોને વરસાદે ભીંજવી દેતા
વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.મણિનગરમાં સવારના ૬થી રાત્રિના ૮ કલાક સુધીમાં  ૫૮ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.શહેરમાં સરેરાશ
૧૬.૬૨ મિલીમીટર વરસાદ થતા મોસમનો ૧૧.૧૦ ઈંચ વરસાદ થવા પામ્યો હતો. હવામાન વિભાગની
આગાહીને જોતા શહેરમાં વધુ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

બપોરે બે કલાકમાં અમદાવાદ પૂર્વના વિસ્તારો સહિત અન્ય
વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી પડયો હતો.બપોરે વરસાદ બંધ થયા બાદ સાંજના સમયે ફરી
વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.અષાઢ મહિનો અડધો પુરો થયા બાદ પહેલી વખત શહેરીજનોએ
ચોમાસુ શરુ થયાનો અનુભવ કર્યો હતો.હવામાન વિભાગ દ્વારા  મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની
આગાહી ને પગલે બુધવારે સવારથી જ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર સુધી અસહય
ઉકળાટનો અનુભવ કરી રહેલા શહેરીજનો ઉપર 
મેઘરાજા મહેરબાન થતા વરસાદ વરસવાની શરુઆત થઈ હતી.શહેરમાં બપોરના ૨થી ૪ કલાકના
સમયમાં પૂર્વ ઝોનના ચકુડીયા વિસ્તારમાં ૧૨ મિલીમીટર
, રામોલમાં ૧૨ મિલીમીટર,
પશ્ચિમ ઝોનના વાસણા વિસ્તારમાં ૧૧ મિલીમીટર,પાલડી વિસ્તારમાં ૧૦ મિલીમીટર વરસાદ થવા પામ્યો હતો.દક્ષિણ
ઝોનના વટવા વિસ્તારમાં ૧૦ મિલીમીટર વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે ફરી એક વખત શહેરના
વિવિધ વિસ્તારમાં ઝરમર વરસાદ શરુ થયો હતો.વાસણા બેરેજ ખાતે લેવલ ૧૩૩.૫૦ ફૂટ
નોંધાતા બેરેજના ગેટ નંબર-૨૭ અને ૨૮ બે ફૂટ ખોલવામા આવ્યા હતા.

શહેરમાં ૧૪ કલાકમાં કયાં વધુ વરસાદ?

અમદાવાદમાં બુધવારે સવારના ૬થી રાત્રિના ૮ કલાક સુધી થયેલા
વરસાદની વિગત આ મુજબ છે.

વિસ્તાર વરસાદ(મિ.મી.)

ચકુડીયા                ૩૭.૫૦

ઓઢવ          ૨૯.૦૦

વિરાટનગર     ૨૭.૫૦

રામોલ         ૩૬.૫૦

પાલડી         ૧૮.૦૦

દાણાપીઠ       ૧૭.૫૦

મેમ્કો           ૧૮.૫૦

નરોડા          ૧૯.૦૦

મણિનગર      ૫૭.૫૦

વટવા          ૨૫.૦૦

સરેરાશ         ૧૬.૬૨

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *