અમદાવાદ,શનિવાર,20 જુલાઈ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્નાનાગારોમાં
કર્મચારીઓને રુપિયા ૧૮ હજાર આપી આર્થિક શોષણ કરાતુ હોવાની રજુઆત ભાજપના ધારાસભ્યે
સંકલન સમિતિની બેઠકમાં કરી હતી.મ્યુનિ.પાસેથી એજન્સીઓ ૩૬ હજાર લઈ કર્મચારીને ૧૮
હજાર રુપિયા ચૂકવે છે.

મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં એમ.પી., એમ.એલ.એ.ની સંકલન
સમિતિની બેઠક મળી હતી.બેઠકમાં એલિસબ્રિજના ધારાસભ્યે મ્યુનિ.હસ્તકના સ્નાનાગારોમાં
કર્મચારીઓના કરવામા આવતા આર્થિક શોષણના મુદ્દે રજુઆત કરી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશન
એજન્સી દીઠ  પગાર ખર્ચ પેટે ૧.૮૫ કરોડ
ચૂકવે છે.જેની સામે એજન્સી તેમના દ્વારા રાખવામા આવેલા કોન્ટ્રાકટ ઉપરના
કર્મચારીઓને ૯૯.૩૬ લાખ ચૂકવે છે.બે વર્ષમાં અધિકારીઓની મિલીભગતના કારણે મ્યુનિસિપલ
કોર્પોરેશનને રુપિયા ૧.૭૧ કરોડનુ આર્થિક નુકસાન થયુ હોવાની રજુઆત કરવામા આવી
હતી.સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ શહેરના વિવિધ વિસ્તારના જાહેર રોડ ઉપર આવેલા ૧૫૦૦
જેટલા મંદિરોને મ્યુનિ.તંત્ર તરફથી દુર કરવા નોટિસ અપાઈ છે.આ મુદ્દે કરવામા આવેલી
રજુઆતમાં સો વર્ષ જુના મંદિરો સામે કાર્યવાહી નહીં કરવા ધારાસભ્યે રજુઆત કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *