RCB vs MI: ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે એક ભયંકર સપનું સાબિત થઈ રહી છે. ભલે કિંગ કોહલી હવે આ ટીમના કેપ્ટન નથી, પરંતુ હજુ પણ આ ટીમને તેના નામથી જોડવામાં આવે છે. કોહલી આ સીઝનના સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન છે, પરંતુ તેમની ટીમ અત્યાર સુધીમાં ચાર મેચ હારી ચૂકી છે. તેવામાં જો મુંબઈ ઈન્ડિયન્સ વિરૂદ્ધ આરસીબીને જીત મેળવવી હોય તો તેમણે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં એક-બે નહીં પરંતુ છ ફેરફાર કરવા પડશે.
આઈપીએલ 2024માં આરસીબીએ અત્યાર સુધી પાંચ મેચ રમી છે. આ દરમિયાન આરસીબી ચાર મેચ હારી ચૂક્યું છે અને એક મેચમાં જીત મળી છે. પોઈન્ટ ટેબલમાં રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ 9માં સ્થાને છે. જોકે, હજુ એવું નથી કે તેમની પાસે વાપસી કરવાનો મોકો નથી. જો આરસીબી હજુ પણ વિનિંગ ટ્રેક પર આવે છે તો તે પ્લેઑફમાં સરળતાથી પહોંચી જશે.
આ છ ખેલાડીઓને કરવા પડશે બહાર
આઈપીએલ 2024માં હજુ સુધી આરસીબીએ કેટલાક મેચ વિનર ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યા. તેવામાં જો તેમમે મુંબઈને તેના ઘરમાં હરાવવું છે તો તેને પોતાની સૌથી મજબૂત ટીમ લઈને જવું પડશે. મુંબઈ સામે આરસીબીને સૌરવ ચૌહાણ, કૈમરૂન ગ્રીન, મયંક ડાગર, રીસ ટૉપ્લે, યશ દયાલ અને હિમાંશૂ રાણાને બહારનો રસ્તો દેખાડવો પડશે.
આ ખેલાડીઓને મળે પ્લેઈંગ ઈલેવનનો મોકો
કૈમરૂન ગ્રીનની જગ્યાએ ઈંગ્લિશ ઑલરાઉન્ડર વિલ જૈક્સને મોકો મળવો જોઈએ. જૈક્સ વિસ્ફોટક બેટ્સમેનની સાથોસાથ ઑફ સ્પિન બોલિંગ પણ કરે છે. આ સિવાય રીલ ટૉપ્લેની જગ્યાએ સ્પીડ સ્ટાર લૉકી ફર્ગ્યૂસનને મોકો આપવો જોઈએ. આ સિવાય મહિપાલ લોમરોર અને આકાશ દીપને પણ પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવી જોઈએ.
મુંબઈ સામે આરસીબીની સંભાવિત પ્લેઈંગ ઈલેવન
વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિલ જેક્સ, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટકીપર), લૉકી ફર્ગ્યૂસન, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ અને વિજય કુમાર વૈશાખ.