Stepbrother dupes Hardik Pandya of Rs 4.3 crore: ક્રિકેટર હાર્દિક પંડ્યાના સાવકા ભાઈની બુધવારે છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગના અધિકારીઓના નિવેદન અનુસાર સાવકા ભાઈ વૈભવ પંડ્યાએ મુંબઈ સ્થિત ભાગીદારી પેઢીમાંથી કથિત રીતે આશરે રૂ. 4.3 કરોડની ઉચાપત કરી હતી, જેના કારણે હાર્દિક અને તેના ભાઈ કૃણાલને નુકસાન થયું હતું.
Economic Offence Wing of Mumbai police have arrested Vaibhav Pandya, stepbrother of cricketer Hardik Pandya; for allegedly cheating them of around Rs 4 crore in business: Mumbai Police
Vaibhav allegedly diverted around Rs 4.3 crore from the partnership firm, causing a loss to…
— ANI (@ANI) April 11, 2024
પોલિમર બિઝનેસ ત્રણેયની હતી ભાગીદારી
વૈભવ પર છેતરપિંડીનો આરોપ છે. હકીકતમાં, 2021 માં, ત્રણેયએ ભાગીદારીમાં પોલિમર બિઝનેસ શરૂ કર્યો હતો. ભાગીદારીની શરતો એવી હતી કે હાર્દિક અને કૃણાલ 40 ટકા મૂડી લાવશે. જયારે તેનો સાવકો ભાઈ 20 ટકા મૂડી લાવીને પેઢી ચલાવવાની સંપૂર્ણ જવાબદારી લેશે. તેમજ ધંધામાંથી મળતો નફો પણ એ જ પ્રમાણમાં વહેંચવામાં આવશે.
પંડ્યા ભાઈઓ સાથે થઈ છેતરપિંડી
જો કે આ શરતોનું વૈભવ પંડ્યાએ ઉલ્લંઘન કર્યું હતું. વૈભવે બંને ભાગીદારને જાણ કર્યા વગર જ આ બિઝનેસની બીજી પેઢી ખોલી હતી. જેના કારણે આ પેઢીને રૂ. 3 કરોડનું નુકસાન ભાગવવું પડ્યું છે. આ ઉપરાંત વૈભવે ગુપ્ત રીતે તેનો નફો 20 ટકાથી વધારીને 33.3 ટકા કરી નાખ્યો હતો, જેના કારણે અન્ય બે ભાગીદારોને નુકસાન થયું હતું. આ ઉપરાંત વૈભવે ભાગીદારી પેઢીના ખાતા માંથી લાખો રૂપિયા પોતાના ટ્રાન્સફર કર્યા હતા, આ સિવાય રૂ. 1 કરોડ ઉપાડી લીધા હતા.
ધમકી મળતા કરી કાર્યવાહી
જ્યારે પંડ્યા બ્રધર્સેએ આ અંગે વૈભવ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેમને ધમકી આપી હતી. ત્યારબાદ કૃણાલ પંડ્યા અને હાર્દિક પંડ્યાએ વૈભવ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. હાર્દિક પંડ્યા IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે, જ્યારે KL રાહુલની કેપ્ટન્સીમાં કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં સામેલ છે. આ પહેલા બંને અંબાણી પરિવારની ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સમાં લાંબા સમય સુધી સાથે રમ્યા હતા.