ઉધનામાં જાહેરમાં યુવકની હત્યાઅજાણ્યા શખ્સોએ કર્યો તલવારથી હુમલોહત્યાના પગલે પોલીસ ઘટનાસ્થળે

સુરતમાં કાયદો-વ્યવસ્થાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં છેલ્લા થોડાં જ દિવસમાં એક પછી એક હત્યા અને લૂંટફાટની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યાં આજે ભરબપોરે ઉધના વિસ્તારમાં જાહેરમાં યુવકની હત્યા કરવામાં આવી છે. જેમાં અજાણ્યા લોકોએ તલવારથી હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ અંગેની પ્રારંભિક માહિતી અનુસાર, સુરતના ઉધના વિસ્તારના બીઆરસી નજીક આજે બપોરે એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. ઉધનામાં જાહેરમાં બુટલેગરની હત્યા કરવામાં આવી છે. જેમાં બજન સિંહ ઉર્ફે ચીખલીગર નામના બુટલેગરની હત્યા કરવામાં આવી છે. જેમાં રૂપિયાની લેતી – દેતીમાં હત્યાનો આક્ષેપ લાગ્યો છે. પોલીસને મળેલી પ્રારંભિક માહિતીમાં બળદેવસિંગ અને ભાઉ નામના શખ્સોએ હત્યા કરી હોવાની પણ માહિતી સામે આવી છે.
જેમાં યુવક પર તલવારથી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જે પછી હત્યાના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ મૃતકનો પરિવાર પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ પોલીસ દ્વારા યુવકની કયા સંજોગોમાં અને ક્યા કારણોથી હત્યા કરવામાં આવી તેના અંગે તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસ દ્વારા ગેંગવોરની સ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
શહેરમાં 8 લોકોની હત્યા થઈ
આ તરફ યુવકની જાહેરમાં હત્યાના પગલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સુરતમાં છેલ્લા થોડાં જ દિવસોમાં જોવામાં આવે તો 8 લોકોની હત્યા થઈ છે. ત્યારે આ સિલસિલો અટકી નથી રહ્યો. જ્યાં આજે વધુ એક હત્યાની ઘટના સામે આવતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *