કાર ચાલક નશાની હાલમાં ચલાવતો હતો કાર
કાર ચાલકે 5 લોકોને ઉડાવ્યા હતા
અકસ્માતમાં એક વૃદ્ધાનું થયું હતું મોત
સુરતના સરથાણામાં થયેલ અકસ્માતમાં કાર ચાલક નશાની હાલતમાં કાર ચલાવતો હતો. જેમાં કાર ચાલકે 5 લોકોને ઉડાવ્યા હતા. તેમજ અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત થયું હતું. તેમાં અકસ્માત સર્જનાર જીતેન્દ્ર માવલીયાની ધરપકડ કરવામાં આવી છે. નશામાં બ્રેકની જગ્યાએ એક્સેલેટર દબાઈ ગયાની આરોપીની કબૂલાત છે.
અકસ્માતમાં 8 વર્ષના બાળકને પણ ગંભીર ઇજાઓ આવી
કાર ચાલાક નશાની હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 8 વર્ષના બાળકને પણ ગંભીર ઇજાઓ આવી છે. રાજ્યમાં બેફામ કાર ચાલકોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેમાં ક્યાંકને ક્યાંક રફતારના રાક્ષસો પર કોઈ લગામ લાગી રહી નથી. આ વચ્ચે સુરતમાં દિવસના અજવાળામાં બેફામ કારચાલકે 5 લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે કાર ચાલકને સ્થાનિકિઓ પકડી પાડ્યો હતો.
બેફામ કારચાલકે 5 લોકોને અડફેટમાં લીધા હતા
આ અંગેની માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં એક એકસ્માતની ઘટના બની છે. જેમાં બેફામ કારચાલકે 5 લોકોને અડફેટમાં લીધા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભર બપોરે અકસ્માત સર્જાતા સરથાણા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી. જે પછી કારચાલકને સ્થાનિકોએ પકડી પાડ્યો હતો. જેને પોલીસને સોંપવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટના અંગેની વધુ તપાસ હાથ ધરી છે અને તેના સીસીટીવીના આધારે આગળની તપાસ પણ શરૂ થઇ છે.