વાડજમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત
ફૂટપાથ કૂદીને કાર ઝૂંપડામાં ઘુસી
અકસ્માત બાદ કાર ચાલકની દાદાગીરી
અમદાવાદ શહેરમાં નબીરા સુધરશે નહિ. જેમાં વાડજમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. તેમાં ફૂટપાથ કૂદીને કાર ઝૂંપડામાં ઘુસી ગઇ હતી. ત્યારે અકસ્માત બાદ કાર ચાલકની દાદાગીરી સામે આવી છે. જેમાં અકસ્માત સર્જનારે જણાવ્યું છે કે પૈસાથી બધું પતાવી દઈશું.
વાડજ પાસે અકસ્માત કર્યા બાદ અકસ્માત કરનારે દાદાગીરી કરી
વાડજ પાસે અકસ્માત કર્યા બાદ અકસ્માત કરનારે દાદાગીરી કરી છે. ત્યારે કાર ચલાકના પરિવાર સભ્યોનું ગેર ગરવર્તન સામે આવ્યુ છે. અમદાવાદ શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. જેમાં અગાઉ શહેરના માણેકબાગ નજીક ગઈકાલે રાત્રે નશામાં ધૂત નબીરાએ બીએમડબલ્યુ કારથી અકસ્માત સર્જીને સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ કારના ચાલકે કારને માણેકબાગ નજીક અથડાવી હતી. ચાલકે રાત્રે કાર આડેધડ ચલાવીને ફૂટપાથ સાથે અથડાવી હતી.
કારના ચાલકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી
અકસ્માત સર્જીને કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી હતી. જે બાદ સેટેલાઈટ પોલીસે ફિલ્મોની જેમ તેનો પીછો કરી માણેકબાગથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તપાસ કરતા ચાલક કમલેશ બિશ્નોઈ દારૂ પીધેલો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ કારના ચાલકની સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હતી.