ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી
સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો

અમદાવાદના નરોડામાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં અગત અદાવતમાં સુમિતનાથ સોસાયટી પાસે ફાયરિંગ થયુ છે. તેમાં 2 રાઉન્ડ ફાયરિંગમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. જેમાં ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. તેમાં પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી છે.

ફાયરિંગનો બનાવ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ

નરોડા સુમિતનાથ સોસાયટી પાસે ફાયરિંગનો બનાવ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. જેમાં અંગત અદાવતમાં ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જેમાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. જેમાં બે રાઉન્ડ ફાયરિંગનો પ્રાથમિક મેસેજ મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમાં પોલીસે CCTV ફૂટેજ આધારે તપાસ શરૂ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને પડવાની તજવીજ હાથ ધરી છે.

ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અગાઉ અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં ગોળીબારની ઘટના બની હતી. ઘુમા પાસેના મેરી ગોલ્ડ સર્કલ નજીક કેટલા શખસોએ જાણીતા બિલ્ડર પર હુમલો કર્યો હતો. જો કે, બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડરનો માહોલ ફેલાયો હતો. ફાયરિંગની ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *