Lok Sabha Elections 2024 : વારાણસી લોકસભા બેઠક પર રસપ્રદ કિસ્સો સામે આવી રહ્યો છે, જ્યાં વડાપ્રધાન મોદી સામે એક મૃત વ્યક્તિએ ચૂંટણી લડશે. આ વ્યક્તિનું નામ લાલ બિહાર ‘મૃતક’ છે જે કાગળમાં તો મૃત જાહેર થઈ ચૂક્યા છે. આ વખતે તેમણે વડાપ્રધાન મોદી સામે વારાણસીથી ચૂંટણી લડવાની તૈયારી કરી દીધી છે.
લોકસભા વિસ્તાર 77 વારાણસીથી લાલબિહારી ‘મૃતક’ સામાજિક કાર્યકર્તા રાષ્ટ્રીય અધ્યક્ષ મૃતક સંઘ વડાપ્રધાન મોદીની સામે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. લાલ બિહારી મૃતક સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. લાલ બિહારી પર એક ફિલ્મ પણ બની ચૂકી છે. તેઓ અત્યાર સુધીમાં અનેક ચૂંટણી લડી ચૂક્યા છે.
વડાપ્રધાન મોદીને ટક્કર આપશે લાલ બિહારી ‘મૃતક’
લાલ બિહારી મૃતક જીવતા હોવા છતા કાગળ પર તેમને મૃત જાહેર કરી દેવાયા, જ્યારબાદ તેમણે સરકારી ઓફિસો, રાજ્ય અને કેન્દ્ર સરકાર અને જનપ્રતિનિધિઓ પાસે મદદ માગી હતી પરંતુ કોઈ સુનાવણી ન થઈ. તેવામાં તેમણે પોતાના જેવા અન્ય મૃતક જાહેર થયેલા જીવીત લોકોને એકઠા કરીને મૃતક સંઘની સ્થાપના કરી અને ખુદ તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા. ત્યારબાદ કાગળ પર મૃતક થયેલા લોકોની લડાઈ સંગઠનાત્મક રીતે લડવામાં આવી.
લાલ બિહારીએ જણાવ્યું કે, ‘મૃત જાહેર લોકોના મૌલિક અધિકારોની ઓળખ માટે ત્રણ વખત લોકસભા ચૂંટણી અને ત્રણ વખત વિધાનસભા ચૂંટણી લડ્યો. મને ખબર છે કે હું જે વ્યક્તિ સામે ચૂંટણી લડું છું તેની સામે જીતીશ નહીં. પરંતુ ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોને એ તો ખબર પડશે કે વિભાગીય મિલીભગતથી જીવતા વ્યક્તિને મૃત જાહેર કરાઈ રહ્યા છે અને ન્યાય ક્યાંયથી નથી મળી રહ્યો. ચૂંટણી લડીને હું સરકારી ભ્રષ્ટાચારને બહાર લાવીશ.’
લાલ બિહારી મૃતકના જીવન પર ફિલ્મ ‘કાગજ’ બની છે. જેમાં તેમના જીવનના સંઘર્ષને બતાવાયો છે. લાલબિહાર અત્યાર સુધી અનેક ચૂંટણી લડી ચૂક્યા છે. તેમણે ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનના રાજીનામા બાદ 1988માં અલ્હાબાદ બેઠકથી વીપી સિંહ સામે લોકસભા ચૂંટણી લડી હતી. 1989ની લોકસભા ચૂંટણીમાં અમેઠીથી રાજીવ ગાંધીની સામે ઉમેદવારી નોંધાવી હતી.