Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને રાખતા કોંગ્રેસે મંગળવારે (9 એપ્રિલ) ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. કોંગ્રેસની આ યાદીમાં આંધ્રપ્રદેશની બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરાયું છે. આ યાદીમાં કોંગ્રેસે આંધ્રપ્રદેશના 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ RJDએ બિહારમાં 22 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
કોંગ્રેસે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ લોકસભા બેઠકથી પુલુસુ સત્યનારાયણ રેડ્ડી, અનાકપલ્લીથી વી વેંકટેશ, ઈલુરૂથી લાવણ્યા કુમારી, નરસરાઓપેટથી એલેક્ઝેન્ડર સુધાકર, નેલ્લોરથી કોપ્પુલા રાજૂ અને તિરૂપતિથી ચિંતા મોહનને ટિકિટ અપાઈ છે. આંધ્રપ્રદેશની તિરૂપતિ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. કોંગ્રેસની આ યાદીમાં પૂર્વ પાર્ટી પ્રમુખ રાહુલ ગાંધીના નજીકના રાજૂનું નામ પણ છે. રાજૂ પૂર્વ અધિકારી છે અને તેમને કોંગ્રેસે નેલ્લોર બેઠકથી ટિકિટ આપી છે. મહત્વનું છે કે, આંધ્રપ્રદેશમાં એક તબક્કામાં લોકસભા માટે મતદાન થવાનું છે. આંધ્રપ્રદેશમાં 13 મેના રોજ રાજ્યની તમામ 25 બેઠકો પર મતદાન થવાનું છે.
બિહારમાં RJDએ જાહેર કરી ઉમેદવારોની યાદી
RJDએ બિહારમાં 22 બેઠકો પર ઉમેદવારોનું એલાન કર્યું છે. જેમાં લાલૂ યાદવની દીકરી રોહિણી આચાર્ય અને RJD નેતા રિતુ જાયસવાલનું નામ સામેલ છે. ગયાથી સર્વજીત પાસવાન, નવાદાથી શ્રવણ કુમાર કુશવાહા, સારણથી રોહિણી આચાર્ય, જમુઈસે અર્ચના રવિદાસ, બાકાંથી જય પ્રકાશ યાદવ, પૂર્ણિયાથી બીમા ભારતી, દરભંગાથી લલિત યાદવ અને સુપૌલથી ચંદ્રહાસ ચૌપાલને મેદાનમાં ઉતાર્યા છે.