ભાવનગરનો કુખ્યાત જમીન માફિયા સર્કિટ હાઉસમાં રોકાયો
જમીન માફિયા પથુભાને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો
સર્કિટ હાઉસના અધિકારીઓ કર્મચારીઓ વિવાદમાં આવ્યા
સુરત સર્કિટ હાઉસ જમીન માફિયાઓનો અડ્ડો બન્યુ છે. જેમાં સુરત સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યુ છે. ભાવનગરનો કુખ્યાત જમીન માફિયા સર્કિટ હાઉસમાં રોકાયો છે.જમીન માફિયા પથુભાને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો છે. આરોપી પથુભા ગોહિલની સર્કિટ હાઉસથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં સર્કિટ હાઉસના અધિકારીઓ કર્મચારીઓ વિવાદમાં આવ્યા છે.
જમીન માફિયા પથુભા ઉર્ફે પિપરાળી મેરૂભા ગોહિલને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો
રાજકીય આગેવાનોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. જમીન માફિયા પથુભા ઉર્ફે પિપરાળી મેરૂભા ગોહિલને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો હતો. જેમાં સર્કિટ હાઉસના સનદી અધિકારીને કાયદા બતાવતા કર્તાહર્તાઓ અસામાજિક તત્ત્વોના ઘૂંટણીએ પડ્યા છે. સર્કિટ હાઉસમાં આવતા રાજકીય આગેવાનો અને તેમના મહેમાનોની સુરક્ષા સામે પણ સલાવો ઊભા થયા છે.
ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં લેન્ડગ્રેબિગને લઈ ગુનો નોંધાયો
અગાઉ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં લેન્ડગ્રેબિગને લઈ ગુનો નોંધાયો હતો. જમીન માફિયાએ મૃત વ્યક્તિને જીવિત બતાવી પ્લોટનો દસ્તાવેજ પણ કરી આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટમાં સ્ટે ઉઠી જતા ભરૂચના હિતેશ રાવલે નોંધાવેલી ફરિયાદમાં ભાવનગરની મહિલા હિનાબા ખુમાણ અને અશોક બાબરીયાની સામે ફરિયાદ થઈ હતી. ભાવનગરના અધેવાડામાં આવેલ એક જમીનના મામલામાં મૃત વ્યક્તિના નામે બોગસ દસ્તાવેજ બનાવનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. અગાઉ આ જમીન મામલે જેમની સામે ફરિયાદ થઈ છે તેમણે સ્ટે પણ લીધો હતો. ફરિયાદીના પિતાનું મૃત્યુ થયું હોય જેથી તેમના પિતાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી બોગસ દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવામાં આવી હતી.
રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ
રાજકોટમા કાલાવડ રોડ ઉપર અમૃત સોસાયટીમા રહેતાં અને કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમા ખેતીની 22284 ચો.મી. જમીન ધરાવતા રાહુલ નાનજીભાઈ પટેલની 38 ગુંઠા જમીનમાં જયાબેન રામજીભાઈ કુંભાર, સનત રામ કુંભાર અને સાગર સનતભાઇ કુંભારે વર્ષ 2022 થી ગેરકાયદે કબજો જમાવ્યો હતો. રાહુલભાઈએ પોતાની જમીન ખાલી કરવા અનેક વખત રજૂઆત કરવા છતાં પોતાની જમીનનો કબજો ખાલી કરવામાં આવતો નહી હોવાથી આખરે તેમણે જિલ્લા કલેકટર સમક્ષ જમીન ખાલી કરવી આપવા અરજી કરી હતી. આથી લેન્ડ ગ્રેબિંગ સમિતિ દ્વારા જરૂરી તપાસ કરવામાં આવી હતી અને જેમાં જમીનનો ગેરકાયદે કબજો હોવા અંગેનો રિપોર્ટ આપી પોલીસને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો.