– ફિલ્મ પ્રચાર માટે બોલીવૂડનો વાસી સ્ટન્ટ
– અત્યારે એક જ દિશા પર મારું ધ્યાન કેન્દ્રિત છે અને તે મારું કામ છે એવી ટાઈગરની સ્પષ્ટતા
મુંબઇ : બોલીવૂડમાં કોઈ કલાકારની ફિલ્મ રીલિઝ થવાની હોય તે પહેલાં તેનાં અફેરની ચર્ચાઓ ફેલાવવાની બહુ જૂની અને વાસી પ્રચાર ફોર્મ્યૂલા છે. જોકે, ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મની રીલિઝ પહેલાં તેની અને દિશા પટાણી વચ્ચે પેચ અપ થઈ ગયું હોવાની વાત ફેલાવાઈ રહી છે.
ટાઈગરને આ ફિલ્મના પ્રમોશનના ભાગ રુપે થતી ઈવેન્ટસમાં જાણી જોઈને દિશાના ઉલ્લેખ સાથે સવાલો કરાય છે. તાજેતરમાં આવા એક ં સંવાદ વખતે ટાઈગરે કહ્યું હતું કે મારું ધ્યાન અત્યારે એક જ દિશા પર છે અને તે મારું કામ છે.
આ પહેલાં અક્ષય કુમારે પણ ટાઈગરને ચોક્કસ દિશા પર ફોક્સ કરવા જણાવ્યું હતું.
ટાઈગર અને અક્ષય વચ્ચે છ વર્ષ સુધી ડેટિંગ ચાલ્યું હતું. બંને પરણી જવાના છે તેમ મનાતું હતું.
પરંતુ ટાઈગરે કેરિયર ખાતર લગ્ન ઠેલવાનું પસંદ કરતાં આ મુદ્દે તેની અને દિશા વચ્ચે બ્રેક અપ થયું હતું. જોકે, દિશા હજુ પણ ટાઈગરના પરિવાર સાથે દેખાતી રહે છે. તાજેતરમાં દિશા અને ટાઈગરે હોળી પણ સાથે મનાવી હતી.