– ફલોપ એક્ટર ફરદીનને વર્ષો પછી તક અપાઈ
– અધ્યન સુમનને કઈ લાયકાત પર કાસ્ટ કરાયો તેવો નેટિઝન્સનો સવાલ
મુંબઇ : સંજય લીલા ભણશાળીની ભારતીય ઓટીટીની ભવ્યાતિભવ્ય સીરીઝ ગણાવાતી ‘હીરામંડી’એ ભારે ચર્ચા જગાવી છે. પરંતુ, આ ફિલ્મના પુરુષ પાત્રોનાં કાસ્ટિંગથી ચાહકો ભારે નિરાશ થયા છે.
આ ફિલ્મ દ્વારા ફરદીન ખાન વર્ષો પછી કોઈ પ્રોજેક્ટમાં દેખાઈ રહ્યો છે. ફરદીન ખાનની કેરિયર બનાવવા માટે તેના પિતા સ્વ. ફિરોઝ ખાને બહુ મહેનત કરી હતી. પરંતુ, તેની એક્ટિંગમાં કોઈ દમ ન હોવાથી થોડીક ફિલ્મો કર્યા બાદ તે ફેંકાઈ ગયો હતો. તેમાં પણ તે એક ડ્રગ કેસમાં સંડોવાયા બાદ તેની કેરિયર લગભગ પૂર્ણ થઈ ગઈ હતી.
સીરીઝના અન્ય કલાકારોમાં શેખર સુમન તો ઠીક પણ સાથે સાથે તેના ફલોપ પુત્ર અધ્યન સુમનને પણ તક અપાઈ છે. શેખર સુમન તો એક્ટ ર કરતાં પણ ટીવી પ્રેઝન્ટર તરીકે થોડો પણ જાણીતો છે પરંતુ અધ્યન સુમને તો એક્ટિંગમાં કશું ખાસ ઉકાળ્યું નથી. તેના જેવા કલાકારને શા માટે સંજય લીલા ભણશાળી અજમાવી રહ્યા છે તેવા સવાલ ચાહકો ઉઠાવી રહ્યા છે.
હીરામંડીની ફિમેલ કાસ્ટમાં મનિષા કોઈ રાલા, ઋચા ચઢ્ઢા, અદિતી રાવ હૈદરી, સંજિદા શેખ, સોનાક્ષી સિંહાનો સમાવેશ થાય છે.
આ સીરીઝનાં ગીતો પણ પોપ્યુલર થઈ રહ્યાં છે. જોકે, પુરુષ પાત્રોનું કાસ્ટિંગ લોકોને બહુ અજીબ અને અસામાન્ય લાગ્યું છે.