– 18 વર્ષનાં લગ્ન જીવન બાદ વિસંવાદ સર્જાયો
– પેચ અપની તમામ ચર્ચાઓ પર આ સાથે પૂર્ણવિરામ મૂકાઈ જતાં ચાહકો નિરાશ
મુંબઇ : સાઉથના સ્ટાર ધનુષ તથા તેની પત્ની અને મેગા સ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યાએ આખરે ડાઈવોર્સ પિટિશન ફાઈલ કરી દીધી છે. બંને ૧૮ વર્ષનાં લગ્નજીવન બાદ બે વર્ષ પહેલાં છૂટાં પડી ગયાં હતાં.
ચેન્નઈની એક ફેમિલી કોર્ટમાં બંનેએ ઔપચારિક ડાઈવોર્સ પિટિશન ફાઈલ કરી હોવાનું કહેવાય છે. તેમણે સેક્શન ૧૩ બી પ્રમાણે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માગતાં હોવાનું આ અરજીમાં જણાવ્યું છે. જાન્યુઆરી ૨૦૨૨માં ધનુષે સામે ચાલીને જાહેરાત કરી હતી કે તે અને ઐશ્વર્યા અલગ થઈ રહ્યાં છે. જોકે, તેણે ત્યારે સ્પષ્ટતા પણ કરી હતી કે પોતાના સંતાનોનો સહ ઉછેર કરવાનું તેઓ જારી રાખશે. ઐશ્વર્યા અને ધનુષનાં લગ્ન ૨૦૦૪માં થયાં હતાં. તેમને બં સંતાનો છે. ધનુષથી અલગ થયા બાદ ઐશ્વર્યાએ ‘લાલ સલામ’ ફિલ્મ દ્વારા દિગ્દર્શન ક્ષેત્રે પુનરાગમન કર્યું હતું. બીજી તરફ ધનુષ હાલ ઈલિયા રાજાની બાયોપિકમાં કામ કરી રહ્યો છે.