બિલ્ડરને મારમારી રૂ.95 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ9 દુકાન 4 કરોડની પોતાના નામે લખાવ્યાનો આક્ષેપબીજા કેસમાં 36 લાખ માટે બિલ્ડરનું અપહરણ કર્યાનો આક્ષેપ
સુરતમાં ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂત સામે આક્ષેપ થયા છે. જેમાં બિલ્ડરને મારમારી રૂપિયા 95 લાખ પડાવ્યા હોવાનો આક્ષેપ છે. તેમાં 9 દુકાન 4 કરોડની પોતાના નામે લખાવ્યાનો આક્ષેપ તથા બીજા 36 લાખ માટે બિલ્ડરનું અપહરણ કર્યાનો આક્ષેપ છે. તેમાં અમિત રાજપૂતે 7 સાગરિતો સાથે મળી અપહરણ કર્યું હતુ.
ફરિયાદ નોંધાવાનું કહેતા પોલીસે અરજી કરવાનું કહ્યું
સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ છે. પોલીસે ગુનો દાખલ નહીં કર્યાનો પોલીસ સામે આરોપ છે. તેમજ ફરિયાદ નોંધાવાનું કહેતા પોલીસે અરજી કરવાનું કહ્યું હતુ. ફરિયાદી રાત્રે ગોડાદરા પો.સ્ટે.માં જ ઊંઘી ગયા હતા. પોલીસે ફરિયાદ ના નોંધતા લોકઅપ બહાર જ ઊંઘી ગયા હતા. કારમાં અપહરણ કર્યા બાદ બિલ્ડરને માર મારી તેની પાસે લખાણ લખાવી લીધુ છે. જેમાં બિલ્ડરે ગોડાદરા પોલીસ મથકે જઇ ફરિયાદ નોધાવાનું કેહતા પોલીસે અરજી કરવાનું કહ્યું છે. જ્યાં પોલીસે તપાસ બાદ ગુનો નોંધવા જણાવ્યું છે.
સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસે ગુનો દાખલ નહિ કર્યા
સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસે ગુનો દાખલ નહિ કર્યા હોવાનો પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે. અગાઉ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ગોડાદરા પોલીસ મથકને તૈયાર કરવામાં આવ્યુ હતુ ત્યારે વિવાદ થયો હતો. જેને લઇ લિંબાયત પોલીસ મથકના PSI રાઠોડ અને અમિત રાજપુત વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું અને ત્યારબાદ PSIએ અમિત રાજપૂતને અશબ્દ પણ કહ્યા હતા. ત્યારબાદ પોતાના પક્ષ માટે નિવેદન આપતા અમિત રાજપૂત બેફામ બની ગયા હતા અને નિવેદનમાં બફાટ કરતાં કહ્યું હતું કે, તેમના વિસ્તારમાં દારૂના અડ્ડાઓ વધી ગયા છે પોલીસ ગુનેગારોની જગ્યાએ રાહગીરો સામે ફરિયાદ નોંધી રહી છે.