Image: Twitter

IPL 2024માં સોમવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટરાઈડર્સ વચ્ચે 22મી મેચ રમવામાં આવી. આ મેચમાં ગાયકવાડે અડધી સદી (67) ફટકારતાં પોતાની ટીમને જીત અપાવી. શિવમ દુબેએ 18 બોલમાં 28 રનની આક્રમક ઈનિંગ રમી. તે છેલ્લા 5 વર્ષોમાં આવુ કરનાર ચેન્નઈ સુપર કિંગ્સનો પહેલો કેપ્ટન બની ગયો છે. 

ઋતુરાજ બન્યો પહેલો કેપ્ટન

ગાયકવાડ અડધી સદી ફટકારવાની સાથે જ છેલ્લા પાંચ વર્ષોમાં આઈપીએલમાં ફિફ્ટી લગાવનાર સીએસકેનો પહેલો કેપ્ટન બની ગયો છે. તેના પહેલા ચેન્નઈ માટે એમએસ ધોની 2019માં અડધી સદી બનાવનાર છેલ્લો કેપ્ટન હતો. ધોનીએ 2022માં પણ અડધી સદી ફટકારી હતી પરંતુ તે રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશિપમાં આવ્યો હતો. 

આ લિસ્ટમાં પણ ઋતુરાજનું નામ

ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ જીતનાર ચોથો ખેલાડી છે. તેણે 10 વખત આ એવોર્ડ જીત્યો છે. આ મેચમાં રવિન્દ્ર જાડેજાને તેના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. આ સાથે જ જાડેજાએ ધોનીની સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચ જીતવાની બરાબરી કરી દીધી. બંનેના નામે 15-15 POTM એવોર્ડ છે. આ લિસ્ટમાં બીજા નંબરે 12 એવોર્ડની સાથે સુરેશ રૈના છે. 

IPL માં CSK માટે સૌથી વધુ POTM એવોર્ડ

15- એમએસ ધોની

15- રવિન્દ્ર જાડેજા*

12- સુરેશ રૈના

10- ઋતુરાજ ગાયકવાડ

10- માઈકલ હસી

CSK એ જીતી ત્રીજી મેચ

સતત હાર વેઠ્યા બાદ સીએસકેએ બોલિંગ કર્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સને 9 વિકેટ પર 137 રન પર રોકી દીધા. સીએસકે માટે અનુભવી ઓલરાઉન્ડર જાડેજા (3/18) એ શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે નિયમતિ અંતરે વિકેટ લીધી અને ચેપોકમાં રનના ફ્લોને રોકવાનું સારું કામ કર્યું. ઝડપી બોલર તુષાર દેશપાંડે (3/33) એ 3 બેટ્સમેનોને આઉટ કર્યાં જ્યારે મુસ્તફિજુર રહેમાન (2/22)એ બે વિકેટ લીધી. કેકેઆરના કેપ્ટન શ્રેયસ અય્યરે 32 બોલમાં 34 રન બનાવ્યા અને ટીમના ટોપ સ્કોરર રહ્યાં. 138 રનનો ટાર્ગેટ ચેન્નઈએ 14 બોલ બાકી રહેતા મેળવી લીધો. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *