– ખનિજ સમૃદ્ધિ કોંગો ઉપર ડ્રેગનનો ડોળો
– ઇતુરી પ્રાંતના ગમ્બાલા ગામ પાસેના ખાણીયાઓના કેમ્પ-બ્લેન્કેટ ઉપર આતંકી જૂથ CODECOના આતંકીઓએ હુમલા કરે જ રાખ્યા છે
હોમા (કોંગો) : કોંગોના ખનિજ સમૃદ્ધ ઉત્તર પૂર્વના ગમ્બાલા ગામ પાસે આવેલી સોનાની ખાણમાં કામ કરનારાઓના કેમ્પ, કેમ્પ-બ્લેન્કેટ પર CODECO – કોઓપરેટિવ ફોર ધ ડેવલપમેટ ઓફ કોંગોના આતંકી જૂથે હુમલો કરતાં ૬ ચીની ખાણીયાઓ અને બે કોંગોવીઝ સોલ્જર્સના મોત થયા હતા.
ખનિજ સમૃદ્ધ ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો (ઝૈરે)ના પૂર્વના પ્રાંતો દાયકાઓથી આતંકીઓ અને સરકારી દળો વચ્ચેની યુદ્ધ ભૂમિ બની રહ્યા છે. તે આતંકીઓએ ઝૈરેના પૂર્વ પ્રાંત ઇતુરી સ્થિત ગમ્બાલા ગામ પાસેની સોનાની ખાણોના ખાણીયાઓ સાથે જોડાયેલા ચીની ખાણીયાઓ ઉપર આ આતંકીઓ ખારે બળે છે. તેઓ માને છે કે આ ચીનાઓ દેશની અમૂલ્ય ખનિજ સંપત્તિ લૂંટવા જ આવ્યા છે. (જે સત્ય પણ છે.) તેમાયે છેલ્લા કેટલાક મહિનાઓથી આ મુળભૂત રીતે દેશપ્રેમી તેવા આતંકીઓ અને સરકારી સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલી જ રહ્યું છે. તેથી તે વિસ્તારની સોનાની ખાણમાં કામ કરતા ચીનાઓ આ દેશપ્રેમી આતંકીઓની દાઢમાં જ છે આવા જુદા જુદા ૧૨૦ આતંકી જૂથો છે. જેમનું એક છત્ર જૂથ CODECO છે. તે મહદઅંશે ખેડૂત સમાજના યુવાનોનું બનેલું છે. છેલ્લા ૪ વર્ષમાં આ જૂથે ૧૮૦૦ જેટલાનો ખાત્મો કરી નાખ્યો છે. પાંચસોથી વધુને ઘાયલ કર્યા છે તેમ આફ્રિકન સેન્ટર ફોર ધ સ્ટડી એન્ડ રીસર્ચ ઓન ટેરરિઝમ જણાવે છે. યુએન આવા જૂથો ઉપર વોર ક્રાઇમ્સ માટે કાર્યવાહી કરવાનું કહે છે. તો બીજી તરફ કેટલાક તેમ પણ કહે છે કે ચીનાઓ આ બહાને ત્યાં ઘૂસી કરારો પ્રમાણે કેટલું સોનું ઘર ભેગું કરે છે, તેથી આ આતંકી જૂથો ચીનાઓ ઉપર ભડકી ઉઠયા છે. તેથી આવા હુમલાઓ થઈ રહ્યા છે. આતંકવાદ સ્વીકાર્ય ન જ હોય. પરંતુ દેશ માટે તે ક્ષંતવ્ય ગણવો જોઈએ.