Britain Election AI Candidates | બ્રિટનની સામાન્ય ચુંટણીમાં લેબર પાર્ટીની 412 બેઠકો સાથે પ્રચંડ જીત થઇ છે જયારે ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીએ ઐતિહાસિક હાર ખમવી પડી છે. લેબર પાર્ટી 14 વર્ષ પછી સત્તાના સુત્રો સંભાળી રહી છે જયારે કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 120 બેઠકો મળી છે. બ્રિટનની ચુંટણીમાં માત્ર માણસ જ નહી માણસ નિર્મિત સ્ટીવ નામના એઆઇ ઉમેદવારને પણ ચૂંટણી લડવા ઉભો રાખવામાં આવ્યો હતો.
એઆઇ ઉમેદવારે કોઇ પાર્ટી નહી પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે બ્રિંગટન પેવેલિયન સીટ પરથી ચુંટણી લડી પરંતુ પરાજય થયો હતો. એઆઇ ઉમેદવારને માત્ર 0.3 ટકા મતો જ મળ્યા છે. આર્ટિફિશિયલ ઉમેદવાર ચુંટણીમાં ભાગ લે તેવો આઇડિયા બ્રિટનના મશહૂર ઉધોગપતિ સ્ટીવ એન્ડાકોટને આવ્યો હતો. તેઓ વર્તમાન સમયની પક્ષિય રાજનીતિથી ત્રસ્ત આવી ગયા હતા.
આથી વોટર્સને વધુ વિકલ્પ મળે તે માટે એઆઇને ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઝંપલાવવાનો વિચાર આવ્યો હતો. એઆઇ આવડતમાં સામાન્ય ઉમેદવાર કરતા જરાં પણ ઉતરવા ન હતા. તે એક સાથે 10 હજાર લોકો સાથે વાત કરી શકે છે. વોટર્સ માટે એકિસપેરિમેન્ટ વધારે નવો રહયો હતો આથી જ કદાચ એઆઇને સફળતા મળી ન હતી. સ્ટીવને માત્ર 179 મતો જ મળ્યા હતા.