અમદાવાદ, શુક્રવાર

મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે બીઆરટીએસ બસના ચાલકે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. જેમાં યુવક કામ પૂર્ણ કરીને ત્યાંથી જશોદાનગર ઘરે જઇ રહ્યો હતો તે સમયે મણિનગરમા ટ્રાફિકથી સતત ધમધમતા શાર માર્કેટ પાસે અકસ્માત થયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ફરાર બસ ચાલક સામે ગુનો નોધીને તપાસ હાથ ધરી છે. 

ઇલેકટ્રીક બીઆરટીએસનો ડ્રાઇવર અકસ્માત કરી યુવકને ગંભીર રીતે ઘાયલ કરી બસ લઇને નાસી ગયો ઃ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

જશોદાનગરમાં રહેતો યુવક તા. ૪ના રોજ પોતાનું બાઇક લઇને કામ માટે મણિનગર ગયો હતો અને કામ પૂર્ણ કરીને તે ઘરે જશોદાનગર જવા નીકળ્યો હતો આ સમયે મણિનગર રેલ્વે ક્રોસિંગ પાસે પહોચ્યો તે સમયે મણિનગર શાક માર્કટ પાસે પૂરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના ચાલકે બાઇકને ટક્કર મારતા યુવક જમીન ઉપર પટકાતા તેને માથા તથા બન્ને હાથ પગે અને પીઠ,છાતી, કપાળ સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

અકસ્માતના પગલે આસપાસના લોકો ભેગા થયા ત્યારે બસ ચાલક નાસી ગયો હતો. અને ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે એલ.જી. હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં  સારવાર બાદ૨ મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે ટ્રાફિક જે ડિવિઝન પોલીસે ફરાર બસ ચાલક સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે તપાસ વધુ તપાસ હાથ ધરી છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *