વાંકેશ્વર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા
ઘરના આગળના ભાગે પાણી ભરાતા લોકોને હાલાકી
રોડ પર નદી વહેતી હોય તેવા દશ્યો સર્જાયા
ગુજરાતમાં વરસાદનું આગમન ધામધૂમથી થઈ ગયું છે.ત્યારે દેવગઢ બારિયામાં વરસાદ વરસતા નગરના વાંકેશ્વર રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે.ધોધમાર વરસાદને લઈને વાંકલેશ્વર રોડ વિસ્તારમાં ઘરના આગળના ભાગમાં પાણી ભરાયા હતા,તો નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન પર પાણી ફરી વળ્યું હતુ.પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે.
દાહોદમાં પણ વરસાદ
દાહોદ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા વરસાદી માહોલ જામી રહ્યો છે. દિવસ દરમ્યાન વાદળ છાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો ક્યાંક મધ્યમ કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાક મા દાહોદ જીલ્લાના 6 તાલુકાઓમા વરસાદની હાજરી નોંધાઈ હતી, જ્યારે 3 તાલુકા વરસાદથી વંચિત રહ્યા હતા, ત્યારે દાહોદ જીલ્લામા ખેતીલાયક વરસાદ નહિ થવાના કારણે ધરતીપુત્રો વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છે તો કેટલાંક ખેડુતો જમીનો ભેજ પારખીને વાવણી કામમા જોતરાયા જોવા મળ્યા હતા.
ગત અઠવાડીયે ટ્રેકટર પાણીમાં તણાયું હતુ
દાહોદ પંથકમાં પણ સારો વરસાદ આવતા નદી -નાળા છલકાયા છે. દાહોદના દેવગઢ બારિયાના બૈણા ગામની નદીમાં ટ્રેકટર તણાયુ હોવાની ઘટના બની છે. ઉપરવાસમાં વધારે વરસાદ પડતા પાનમ નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી.મળતી માહિતી અનુસાર પાનમ નદીમાં રેતી ભરવા ગયેલા ટ્રેકટર નદીના પ્રવાહમાં ફસાયુ હતુ. ટ્રેક્ટર ચાલક સહિત અન્ય 1 યુવક પણ નદીમાં ફસાયો હતો. જો કે સમગ્ર ઘટનાની જાણ થતા ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને બે યુવક સહિત ટ્રેકટરને બહાર કાઢ્યુ હતુ.
વરસાદને લઈ ઓરેન્જ અને યલો એલર્ટ
આ સાથે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આ સાથે પાટણ, મહેસાણાા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે યલો એલર્ટ આપવામાં આવી છે.આવતી કાલે ગાજવીજ સાથે સુરત, નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દાદરા નગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં નોંધાયો વરસાદ
બનાસકાંઠાના દાંતામાં 8 ઈંચ વરસાદ
બનાસકાંઠાના વડગામમાં 4 ઈંચ વરસાદ
મહીસાગરના કડાણામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
પંચમહાલના શહેરામાં ત્રણ ઈંચ વરસાદ
નર્મદાના તિલકવાડામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
મહીસાગરના ખાનપુરમાં સવા બે ઈંચ વરસાદ