જિલ્લામાં અત્યાર સુધીમાં 9.23 ટકા નોંધાયેલો વરસાદ
તાલુકામાં 14.45 ટકા જ્યારે સૌથી ઓછો દે.બારીયા તાલુકામાં 4.38 ટકા વરસાદ
કાદવનું સામ્રાજ્ય થતાં માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે
દાહોદ જિલ્લામાં જુલાઈ માસનો પ્રારંભ થયો હોવા છતાં મેઘરાજા હજી સુધી મન મૂકીને વરસ્યા નથી. જિલ્લામાં અત્યાર સુધીમાં 9.23 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દાહોદ તાલુકાનો 15.45 ટકા વરસાદ પડયો છે.
જિલ્લામાં સૌથી ઓછો વરસાદ દેવગઢબારીયા તાલુકામાં 4.38 ટકા વરસાદ નોંધાયો છે. જેને લઇને પંથકના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર કરી જળબંબાકાર કર્યો છે. જ્યારે દાહોદ જિલ્લામાં જુલાઈ માસ શરૂ થવા છતાં હજી સુધી મન મૂકીને વરસાદ ના વરસતા લોકો ચિંતાતુર બન્યા છે, ધરતીપુર પુત્રો પણ કાગડોળે ખેતીલાયક વરસાદની મીટ માંડીને બેઠા છે. જિલ્લામાં ઉકળાટ વચ્ચે પવન ફૂંકાય છે, ક્યારેક છાટા પડે છે, તો ક્યારેક ઝાપટા પડે છે. વરસાદ પડશે તેવો માહોલ પણ સર્જાય છે. પરંતુ સામાન્ય ઝાપટા પડી માત્ર રસ્તા ભીના થાય છે. કાદવનું સામ્રાજ્ય થતાં માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે. તાપમાનનો પારો ઘટયો છે પરંતુ બફરો યથાવત રહ્યો હતો. જિલ્લામાં બે લાખ 24 હજાર હેક્ટર જમીન ખેતીલાયક છે જ્યારે સિંચાઈની આકૃતિ સુવિધા હોય ધરતીપુત્રોએ વરસાદ આધારિત જ ખેતી કરવી પડે છે દાહોદ સહિત જિલ્લામાં ચોમાસુ માહોલ સર્જાઇ રહ્યો છે ત્યારે ધરતી પુત્રોએ ખેતરો સાપ સુખી કરી ખેડવાની તૈયારીઓ કરી દીધી છે કારણ કે પ્રથમ વરસાદ બાદ તરત જ વાવેતર કરી દેવામાં આવે છે પરંતુ મન મૂકીને વરસાદના વરસતા ખેડૂતો પણ વિમાસણમાં મુકાઈ ગયા છે. રાજ્યના અન્ય જિલ્લા અને તાલુકાની જેમ દાહોદ જિલ્લામાં હજી ધોધમાર વરસાદ ના વરસતા જિલ્લામાં અત્યાર સુધીમાં 9.23% જ વરસાદ નોંધાયો છે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અત્યાર સુધીમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે.