દાહોદના કઠલા ગામે હાઇવે પર અકસ્માતતુફાન ગાડી પલટી ખાતા 14 લોકો ઘાયલ
પાવાગઢથી દર્શન કરી મધ્યપ્રદેશ જતા અકસ્માત
રાજયમાં રોજબરોજ માર્ગ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. આજે રાજ્યના જુદા જુદા શહેરોમાં ગંભીર અકસ્માતની ઘટના બની જેમાં દાહોદના કઠલા ગામે હાઇવે પર તુફાન ગાડી પલટી ખાતા 14 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે.
મળતી માહિતી મુજબ, પાવાગઢથી દર્શન કરી મધ્ય પ્રદેશ જતા દરમિયાન હોદના કઠલા ગામે હાઇવે પર તુફાન ગાડી પલટી ખાતા 14 લોકો ઘાયલ થયાની ઘટના સામે આવી છે. અકસમાતની ઘટનામાં તુફાન ગાડીને પાછળથી ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં તુફાન ગાડીએ પલટી મારતા તમામ મુસાફરો ફગોળાઇ ગયા હતા. તુફાન ગાડીમાં સવાર તમામ મુસાફરોમાં નાની મોટી ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે સમગ્ર ઘટનાને પગલે કાર્યવાહી હાથ ધરી છે.