૬૩૦૦થી વધુ મકાનો પૂરગ્રસ્ત, અનેક વિસ્તારોમાં અંધારપટ

ઓરેનબર્ગ વિસ્તારના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેડરલ ઇમરજન્સીની જાહેરાત ઃ ડેમ તૂટવાની ઘટના અંગે તપાસ શરૂ

(પીટીઆઇ) મોસ્કો : રશિયામાં ઉરાલ નદીમાં આવેલા પૂરને કારણે આસપાસના ગામોમાં પાણી ઘૂસી જતાં મોટી સંખ્યામાં લોકો પોતાના ઘરોમાં ફસાયેલા હતાં. પાણીના વધારે પડતા દબાણને કારણે એક ડેમ પણ તૂટી ગયો છે. 

પ્રાંતીય સરકારે શનિવારે ઓસર્ક વિસ્તારમાંથી બે હજાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ વિસ્તાર કઝાકિસ્તાન સરહદે આવેલુ છે. 

ઓર્સ્કના મેયર વેસિલી કોઝુપિત્સાના જણાવ્યા અનુસાર ૨૪૦૦થી વધુ રહેણાંક ઇમારતોમાં પાણી પ્રવેશી ગયું છે તથા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે. બચાવ અને રાહત કામગીરી હજુ પણ ચાલુ છે. શનિવાર સમયે ડેમમાં પાણી ૯.૩ મીટર (૩૦.૫૧ ફૂટ)ની ઉંચાઇએ પહોંચી ગયું હતું. ઉરલ પર્વતીય વિસ્તારમાંથી ૪૦૦૦ લોકોને બચાવવામાં આવ્યા છે. ઓર્સ્કમાંથી બચાવવામાં આવેલા ૨૦૦૦ લોકોનો આ સંખ્યામાં સમાવેશ થયો છે કે નહીં તે સ્પષ્ટ  થયું નથી.

ઉલ્લેખનીય છે કે ઉરલ નદીની લંબાઇ ૨૪૨૮ કિમી છે. રશિયાની ઇન્વેસ્ટિગેટીવ કમિટીએ ડેમ તૂટી જવાની ઘટના અંગે તપાસ શરૂ કરી દીધી છે.  રશિયન સરકારે ઓરેનબર્ગ વિસ્તારના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં ફેડરલ ઇમરજન્સીની જાહેરાત કરી છે. સ્થાનિક સરકારના જણાવ્યા અનુસાર ઉરાલ નદીનુ જળસ્તર વધવાથી ૮૮૫ બાળકોે સહિત ૪૦૦૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વધુ ૨૦૦૦ મકાનોમાં પાણી પ્રવેશી જતાં પૂરગ્રસ્ત મકાનોની સંખ્યા વધીને ૬૩૦૦ થઇ ગઇ છે.  રશિયાના ઇમરજન્સી બાબતોના પ્રધાને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ અભિયાનની સમીક્ષા કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *