Russia vs Ukrain War Updates | રશિયા યુક્રેન યુદ્ધે દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. કહેવાય છે કે રશિયાએ પહેલીવાર યુક્રેન યુદ્ધ મેદાનમાં ઉ.કોરિયાનાં શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉ.કોરિયાએ પોતે બનાવેલા શસ્ત્રોના હજી પ્રયોગો પણ કર્યા નથી. પરંતુ રશિયાએ યુકેન બેટલ ગ્રાઉન્ડને તે શસ્ત્રોની ”પ્રયોગશાળા” બનાવી દીધું છે. તેમાં મૂળવાત એમ છે કે, વાસ્તવમાં કીમ-જોંગ-ઉનેએ શસ્ત્રો, અમેરિકા સામે જ વાપરવા બનાવ્યાં છે, પરંતુ તેનું યુદ્ધ-મેદાનમાં પરીક્ષણ થયું નથી. હવે રશિયાએ તેનું યુક્રેન યુદ્ધમાં પરીક્ષણ શરૂ કરતાં અમેરિકામાં હડકંપ મચી ગયો છે. 

યુ.એસ.આર્મીના પેસિફિક-કમાન્ડના ઓફિસર કમાન્ડીંગ ચાર્લ્સ ફિલને કહ્યું હતું કે રશિયાએ, યુક્રેન યુદ્ધ મેદાનને ઉ.કોરિયાનાં શસ્ત્રોની પ્રયોગશાળા બનાવી દીધું છે. મને ખાતરી નથી કે, ઉ.કોરિયા પાસે, તે શસ્ત્રોના પ્રયોગો કરવા માટે કોઈ મેદાન હોય. હવે રશિયાએ તે માટે મેદાન માળી દીધું છે.

દ.કોરિયાનાં પાટનગર ચીઉલાથી આશરે ૮૦ કિમી દૂર દક્ષિણે આવેલા સ્થળે અમેરિકાની ગેહીસન હમ્દ્રીઝની મુલાકાત સમયે જમહલ ફિલને કહ્યું હતું કે, અમેરિકા રશિયા-ઉ.કોરિયા બંનેની આ ગતિવિધિ ઉપર નજર રાખી રહ્યું છે.

જન.ફિલને કહ્યું કે, આ બાબત અમેરિકા માટે ઘણી ચિંતા જનક તો છે પરંતુ અન્ય દેશો માટે પણ તે ચિંતા જનક છે તે ભુલવું ન જોઈએ.

જન.ફિલને તેમ પણ કહ્યું કે, અમેરિકા ઈન્ડો-પેસિફિક-વિસ્તારમાં,મધ્યમ અંતર મિસાઈલ્સ ગોઠવવાનું છે. પરંતુ તેઓએ તે મિલાઈલ્સ ક્યાં અને ક્યારે ગોઠવાશે તે વિશે કશું કહ્યું ન હતું. કારણ કે, તેથી ચીનના વિરોધનો સામનો કરવો પડે. આમાં મધ્યમ અંતરનાં મિસાઈલ્સ ગોઠવવા સામે ૨૦૧૯માં અને એમ વાત આવી હતી, સામે કહ્યું હતુપં કે જો તમે તેમ કરશો તો અમારે જવાબી-કાર્યવાહી કરવી ન પડશે. અને તે જોખમ માટે તમારે તૈયાર રહેવું પડશે.

એક ભીતિનો અંતર રાષ્ટ્રીય સ્તરે તેમ સેવાઈ રહી છે કે રશિયા ઉત્તર કોરિયાની જુગલ બંધીમાં રશિયા કદાચ ઉત્તર કોરિયાને તેના પરમાણુ શસ્ત્ર ભંડાર વિકસાવવામાં પણ મદદ કરે. વાસ્તવમાં ઉ.કોરિયાને પરમાણુ શસ્ત્ર બનાવવામાં રશિયન વિજ્ઞાાનીઓએ જ મદદ કરી હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *