– આજે ડોક્ટર્સ ડે
– સિવિલ
સહિતના ડોકટરો સારવાર સાથે સેવાકાર્ય પણ આગળ રહે છે
સુરત,:
૧લી
જુલાઇના રોજ ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં એલોપેથી,આયુર્વેદિક અને
હોમિયોપેથીક મળી ૧૦,૦૦૦ થી વધુ ડોક્ટર દર્દીઓને સારવાર આપી
સાજા કરે છે. પ્રતિદિન ગંભીર હાલાતના ૫૦ સહિત ૩૦૦ જેટલા દર્દીઓની નાની મોટી સર્જરી
કરીને તકલીફ દૂર કરે છે.
નવી
સિવિલના ટી.બી વિભાગના વડા ડૉ.પારૃલ વડગામાએ કહ્યુ કે, નવી સિવિલ હોસ્પિટલમાં
ડોકટરો સારવાર અને સર્જરી કરીને દર્દીની જીંદગી બચાવે છે. જે દર્દીને લોહીની જરૃર
પડે તો ડોકટર પોતાનું રક્તદાન કરે છે. એટલું જ નહીં પણ સિવિલ સહિતના ડોક્ટરો
દર્દીની સારવારની સાથે સેવા કાર્યમાં પણ આગળ પડતા રહે છે અને જરૃરીયાતમંદ દર્દી કે
વ્યકિતઓને મદદ કરે છે. દરેક વ્યક્તિએ દર માસે પોતાની હેલ્થની જાળવણી માટે પૈસાની
બચત કરવી જોઇએ. લોકોએ હેલ્થ ઇન્સ્યુરન્સ પણ કરાવવુ જોઇએ. એટલુ નહી પણ કોરોના બાદ
ડોકટરો પણ પોતાની હેલ્થની જાળવણી કરવી જોઇએ. રોજ નિયમિત કસરત કરવી, સમયસર ભોજન લેવા જેવી તકેદારી રાખવી જોઇએ.
ગુજરાતમાં એલોપેથી ૪૦,૦૦૦થી વધુ તથા
આયુર્વેદિક અને હોમિયોપેથીક મળી એક લાખ ડોક્ટર સેવા આપે છે. સુરતમાં આઈ.એમ.એના
૪૫૦૦ એલોપેથી ડોક્ટરો સભ્ય તરીકે નોંધાયા છે. આ સાથે હોમિયોપેથી અને આયુર્વેદિક ૫,૦૦૦થી વધુ ડોકટરો મળી કુલ ૧૦,૦૦૦થી વધુ ડોક્ટરો
દર્દીઓને સારવાર આપી સજા કરી રહ્યા છે. સુરત શહેરમાં ૫૦થી વધુ મોટી હોસ્પિટલ અને
નાની હોસ્પિટલો મળી રોજના ૨૫૦ થી ૩૦૦ સર્જરી કરી તકલીફ દૂર કરે છે. જેમાં ગંભીર
હાલત અને જરૃરિયાતમંદ ૫૦ જેટલા દર્દીઓનની સર્જરી કરી જીવ બચાવે છે. જ્યારે અમુક
દર્દી ગંભીર હાલતમાં હોવાથી વેન્ટિલેટર પર મુકવામાં આવે છે. આ દર્દીઓને પણ ડોક્ટરો
યોગ્ય સારવાર આપી મોતના મુખમાંથી બહાર લાવતા હોવાનું આઈ એમ એ. સુરત બ્રાન્ચના
સેક્રેટરી ડૉ.વિનેશ શાહે કહ્યું હતું.
– જૈન ડોક્ટર ફેડરેશન દ્વારા માત્ર
રૃ.૧૦માં દવા સાથે સારવાર આપવામાં આવે છે
જૈન ડોક્ટર ફેડરેશન સુરત અડાજણ, પાલ, લાલ દરવાજા, કતારગામ, વેડ રોડ,
મજુરાગેટ વિસ્તારોમાં ક્લિનિક કાર્યરત છે. જેમાં કોઈ પણ ધર્મ કે
જ્ઞાાતિના લોકોને માત્ર રૃ.૧૦માં દવા અને તબીબી સારવાર નો લાભ મળે છે. આ જનરલ
ક્લિનિકમાં દાંત, સ્પેશિયાલિસ્ટ તથા સુપર સ્પેશિયાલિસ્ટ
ડોક્ટરોની સેવા પણ મળે છે. અહીં ં લેબોરેટરી, સોનોગ્રાફી,
સીટી સ્કેન, એમ આર આઈ વગેરેની રાહત ડરે સેવા
આપવામાં આવી રહી હોવાનું જૈન ડોક્ટર ફેડરેશન ના પ્રમુખ ડૉ.વિનેશ શાહે જણાવ્યું
હતું.
– એક સાથે ૨૬ સ્થળે શિબિરમાં ૮૫૬ યુનિટ રક્ત
એકત્ર
ઇન્ડિયન મેડિકલ
એસો. સુરત સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ તથા જુદી જુદી હોસ્પિટલ અને વિવિધ ડોકટરોના
એસો.ના સહયોગથી ડોકટર્સ ડે નિમિતે આજે રવિવારે સવારેથી બપોર સુધી શહેરમાં વિવિધ
વિસ્તારમાં વિવિધ હોસ્પિટલ સહિતના ૨૬ સ્થળે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
હતું. જેમાં ૮૫૬ યુનિટ રક્ત એકત્ર કરવાથી જરૃરીયાતમંદ દર્દીઓની તકલીફ દુર થશે.