એલસીબીએ રૂપિયા 500ના દરની 800 ડુપ્લીકેટ ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરી
સમગ્ર કેસ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ
બે બાઈક, બે મોબાઈલ ફોન અને ડુપ્લીકેટ ચલણી નોટો જપ્ત

પંચમહાલ એલસીબીએ ડુપ્લીકેટ ચલણી નોટોની સાથે બે લોકોની ધરપકડ કરી છે. પંચમહાલ એલસીબીએ રૂપિયા 500ના દરની 800 ડુપ્લીકેટ ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરીની વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપીઓની ધરપકડ ગોધરાની મેશરી નદીના પુલ નજીકથી કરવામાં આવી છે અને સમગ્ર કેસ મામલે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

આરોપીઓ ભરૂચ, વડોદરા અને ગોધરાના રહેવાસી

ત્રણેય આરોપીના નામ અને સરનામાની વાત કરવામાં આવે તો પ્રથમ આરોપી મોસીન સિંધા તાંદલજા વડોદરાનો રહેવાસી, બીજો આરોપી સોએબ અબ્દુલ સત્તાર પટેલ ધંત્યા પ્લોટ ગોધરાનો રહેવાસી અને ત્રીજો આરોપી ભરૂચનો રહેવાસી ઈમરાન શબ્બીર સિંધાનો સમાવેશ થાય છે. પોલીસે મોસીન સિંધા અને અબ્દુલ સત્તાર પટેલની બે બાઈક, બે મોબાઈલ ફોન અને ડુપ્લીકેટ ચલણી નોટોની સાથે ધરપકડ કરી છે. ત્યારે એક આરોપી હજુ પોલીસ પકડની બહાર છે. 

આ પહેલા અમદાવાદમાં ઝડપાઈ હતી નકલી ચલણી નોટો

થોડા દિવસ પહેલા અમદાવાદમાંથી નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. જેમાં રૂપિયા 500, 200 અને 100ના દરની નકલી નોટો મળી આવી હતી. જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી નકલી નોટો ઝડપાઈ હતી અને 3 શખ્સોની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. જેમાં આરોપીઓ પાસેથી 15.30 લાખની નોટો જપ્ત કરાઈ હતી.

જુહાપુરામાંથી ઝડપાઈ હતી નકલી નોટો

શહેરના જુહાપુરાના રોયલ અકબર ટાવર પાસેથી નકલી નોટો ઝડપાઈ હતી. જેમાં 3 શખ્સોની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. તેમાં સતીષકુમાર ઉર્ફે વિક્કી જીનવા, અનિલકુમાર ધોબી અને કાલુરામ મેધવાલની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં મધ્યપ્રદેશમાં મકાન ભાડે રાખી નકલી નોટો છાપતા હતા. જેમાં 500 અને 200 અને 100ના દરની નકલી નોટો મળી આવી હતી. તેમજ જુહાપુરાના મોઈન બાપુને નકલી નોટો આપવાની હતી.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *