પંચમહાલના કાલોલમાં નગરપાલિકા દ્વારા બ્યુટીફીકેશન કરાયેલું તળવા નજીવા વરસાદમાં ધોવાયું છે. શહેરમાં વરસાદના કારણે તળાવ ધોવાઈ જતાં કોન્ટ્રાક્ટરની પોલી ખુલી છે. પાણી જવાની જગ્યા પર નાળું બેસી ગયું છે. તેમજ RCCથી બનાવેલી પાળ પણ ધોવાઈ છે. કોન્ટ્રાક્ટર દ્વારા ટેન્ડર મુજબ કામ ન થયુ હોવાનો અને વિકાસના કામોમાં પણ ગેરરીતિ થતી હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વાર તળાવના કામમાં સળીયા નથી વાપર્યા, સિમેન્ટ પણ સારી નથી વાપર્યો તેમજ જે માટી કામ કર્યુ છે તે વરસાદમાં ધોવાઈ ગયો હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે.