– નિર્માતાએ સત્તાવાર સ્પષ્ટતા કરતાં ચાહકો નિરાશ
– ગુરિન્દર ચઢ્ઢા અને આલિયાની લંડનમાં મુલાકાત બાદ અટકળો શરૂ થઈ હતી
મુંબઇ: આલિયા ડિઝનીની ફિલ્મમાં ભારતીય રાજકુમારીની ભૂમિકા ભજવી રહી હોવાની અટકળો ફિલ્મ સર્જક ગુરિન્દર ચઢ્ઢાએ નકારી કાઢતાં તેના ચાહકો નિરાશ થઈ ગયા છે.
આલિયા તાજેતરમાં એક ઈવેન્ટ માટે લંડન ગઈ હતી. ત્યાં તેની અને ગુરિન્દર ચઢ્ઢાની મુલાકાત થઈ હતી. તે જ અરસામાં એવા અહેવાલો પણ આવ્યા હતા કે ગુરિન્દર ચઢ્ઢાને એક ડિઝની ઓરિજિનલ ફિલ્મ બનાવવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો છે અને આ મ્યુઝિકલ ફિલ્મમાં આલિયા ભારતીય રાજકુમારીની ભૂમિકા ભજવી શકે છે.
જોકે, હવે ગુરિન્દર ચઢ્ઢાએ પોતે જ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી છે કે આલિયા અને પોતે અન્ય એક પ્રોજેક્ટ માટે મળ્યા હતા. આલિયાને ભારતીય રાજકુમારી તરીકે સાઈન કરાયાની વાતમાં કોઈ તથ્ય નથી. એ ફિલ્મની તો હજુ સ્ક્રિપ્ટ તૈયાર થઈ રહી છે અને હજુ કશું જ ફાઈનલ થયું નથી. આલિયાના ચાહકોએ આ બાબતે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આલિયા કેટલાય સમયથી હોલીવૂડના મોટા પ્રોજેક્ટસ મેળવવાની ટ્રાય કરી રહી છે અને તેના માટે આ એક સારી તક હતી.
ગુરિન્દર ચઢ્ઢાની ‘બ્રાઈડ એન્ડ પ્રેજ્યુડાઈસ’ તથા ‘બેન્ડ ઈટ લાઈક બેકહેમ’ ફિલ્મો જાણીતી છે.