અમદાવાદ,શનિવાર,30 માર્ચ,2024
બે દાયકામાં સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે બે દાયકામાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૨૨૨૨ કરોડ બ્રિજ લોન આપવામાં આવી
છે.આ પ્રોજેકટ માટે કેન્દ્ર કે રાજય સરકારે કોઈ નાણાંકીય મદદ નહીં કરી હોવાનો
મ્યુનિ.વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.બીજી તરફ શાહીબાગ ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધી
સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-થ્રી તરીકે ડેવલપ કરવા રુપિયા એક હજાર કરોડનો મ્યુનિ.તંત્ર
તરફથી અંદાજ મુકવામાં આવ્યો છે.
વર્ષ-૨૦૦૫-૦૬થી વર્ષ-૨૦૨૩ સુધીના સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ માટે રુપિયા ૨૨૨૨ કરોડની
આપવામાં આવી છે.સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટની કામગીરી શરુ કરવામાં આવી એ સમયે એક
હજાર દિવસમાં પ્રોજેકટ પુરો કરવાની જાહેરાત કરાઈ હતી.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે
કરેલા આક્ષેપ મુજબ,વીસ વર્ષ
બાદ પણ પ્રોજેકટ હજુ પુરો કરી શકાયો નથી. આ પ્રોજેકટનો સમગ્ર ખર્ચ રાજય સરકારે
ઉપાડી લેવો જોઈએ.સાબરમતી રિવરફ્રન્ટના પ્લોટ
ડેવલપમેન્ટ રાઈટસ સાથે માનીતા ઉદ્યોગપતિઓને આપવા કારસો રચવામાં આવ્યો
છે.સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટને લઈ પ્રતિક્રીયા આપતા
કહયુ, સાબરમતી
રિવરફ્રન્ટ પ્રોજેકટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો ૯૯.૯૯ ટકા શેર છે.રિવરફ્રન્ટના
પ્લોટ હજુ સુધી ડેવલપમેન્ટ રાઈટસ સાથે
આપવામાં આવ્યા નથી.જે વધુ કિંમત આપશે તેને
ડેવલપમેન્ટ રાઈટસ સાથે પ્લોટ આપવામાં
આવશે.કેન્દ્ર કે રાજય સરકારની નાણાંકિય મદદની જરુર નથી.મ્યુનિ.તંત્ર આર્થિક રીતે
સધ્ધર છે.