જંકશન પ્લોટ અને કોઠારીયા નાકા સહિતના
ક્રાઈમ બ્રાંચે કુલ ૬ શખ્સોને ઝડપી લીધા, તમામનાં મોબાઈલ ફોન પણ કબ્જે કરાયા
રાજકોટ : જંકશન પ્લોટ નજીકના શાસ્ત્રીનગર શેરી નં.૩/૪ કોર્નર પરના
ક્રિષ્ના પ્રેરણા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતાં જયેશભાઈ જેન્તીભાઈ મહેતાના
ફલેટમાં ક્રાઈમ બ્રાંચે આજે બપોરે દરોડો પાડી જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી લીધા
હતા.
આરોપીઓમાં જયેશભાઈ ઉપરાંત દિલીપભાઈ રજનીકાંતભાઈ પારેખ, કિશોરભાઈ મગનભાઈ
ખખ્ખર, ધીરૃભાઈ
કાનજીભાઈ કોરાટ, રાજેશભાઈ
કિશોરભાઈ વાગડીયા અને મહેશભાઈ જગજીવનભાઈ તન્નાનો સમાવેશ થાય છે.
પટ્ટમાંથી ક્રાઈમ બ્રાંચે રૃા.૩પ૯૦૦ રોકડા અને રૃા.૩૧
હજારની કિંમતના ૬ મોબાઈલ ફોન મળી કુલ રૃા. ૬૬૯૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં કોઠારીયા નાકા પર શિવા મહારાજ શેરી નં.૧માં
રહેતા હિરેનભાઈ પ્રફુલભાઈ બારભાયાના
મકાનમાં ગઈકાલે મોડી રાત્રે એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા સંજય રાસબિહારી
લાડોલા, જીતેન
અશોકભાઈ ઝીંઝુવાડીયા, પરેશભાઈ
નટરવાલ રાજપરા, પ્રશાંત
વસંતભાઈ પડીયા, પ્રતિક
પ્રકાશભાઈ વાગડીયા અને અમિત દિનેશભાઈ રાઠોડને રૃા.૧૪૪૦૦ની રોકડ સાથે ઝડપી લીધા
હતા.