એરૂના ફાર્મહાઉસમાં મળસ્કે ક્રાઇમ બ્રાંચે ઘેરો ઘાલી મૂળ અમરેલી, રાજકોટ અને ભાવનગરના ચારેયને રોકડા રૂા. 5.70 લાખ સાથે પકડયા 7 મોબાઈલ ફોન, ડુપ્લીકેટ પીએસઆઈનું આઈકાર્ડ, પ્રેસનો આઈકાર્ડ, કાર કબજે કર્યા : શિકાર શોધવાનું કામ કરતી લલના અને તેનો પતિ તેમજ હનીટ્રેપ માટે મકાનની વ્યવસ્થા કરતો વોન્ટેડ

રાજકોટ : સુરતના રાંદેર રોડ નવયુગ કોલેજ નજીક રહેતા જૈન ઉપકરણના વેપારીને સતત ફોન કરી ઘરમાં જૈન મંદિર બનાવવાનું છે તેમ કહી જહાંગીરપુરા ડોક્ટર પાર્કની બાજુમાં સંસ્કૃતિ પાર્ક રો હાઉસના એક મકાનમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી રૂ. 17 લાખ પડાવનાર ટોળકીના ચાર યુવાનને સુરત ક્રાઈમ બ્રાન્ચે મળસ્કે નવસારીના એરૂ ખાતે કૈવલ ફાર્મનો ઘેરો ઘાલી ઝડપી લીધા હતા.

સુરતના રાંદેર રોડ નવયુગ કોલેજ નજીક રહેતા અને પાલમાં જૈન ઉપકરણનો સામાન વેચવાની દુકાન ધરાવતા 38 વર્ષીય મનીષભાઈ ( નામ બદલ્યું છે ) ને એક વ્યકિતએ સતત ફોન કરી ઘરમાં જૈન મંદિર બનાવવાનું છે તેમ કહી જહાંગીરપુરા ડોક્ટર પાર્કની બાજુમાં સંસ્કૃતિ પાર્ક રો હાઉસના એક મકાનમાં બોલાવી બે મહિલા અને ચાર પુરૂષોએ હનીટ્રેપમાં ફસાવી રૂ. 17 લાખ પડાવ્યા હતા.આ અંગે મનીષભાઈએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે મળેલી બાતમીના આધારે આજે મળસ્કે નવસારીના એરૂ ગામ સ્થિત કૈવલ ફાર્મનો ઘેરો ઘાલી ત્યાંથી મૂળ અમરેલી, રાજકોટ અને ભાવનગરના વતની અને સુરતમાં રહેતા રમેશ ઉર્ફે રામ નાવડીયા, રાહુલ કથીરીયા, માયા સઈડા અને કેતન ભાદાણીને ઝડપી લીધા હતા.

ક્રાઈમ બ્રાન્ચે તેમની પાસેથી રોકડા રૂ. 5,69,700, રૂ. 49,000ની મત્તાના 7 મોબાઈલ ફોન, રમેશ ઉર્ફે રામ નાવડીયાની પાસેથી ડુપ્લીકેટ પીએસઆઈનું આઈકાર્ડ, માયા સઈડા પાસેથી ટાઈમ્સ વોચ પ્રેસનો આઈકાર્ડ, રૂ.5 લાખની મત્તાની કાર ( નં.GJ-05-RT 3930), વિઝા કાર્ડ, ડેબિટ કાર્ડ વિગેરે મળી કુલ રૂ. 11,18,700 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તમામની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે તેમની ગેંગમાં અન્યો પણ સામેલ છે.તે પૈકી લલના વિધિ ગોસ્વામી અને તેનો પતિ નન્નો શિકારની શોધ કરતા હતા.જયારે મામો ઉર્ફે રાજુ શિકારને લાવવા માટેની જગ્યા શોધતો હતો.ક્રાઈમ બ્રાન્ચે ત્રણેયને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *