વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં

કલેક્ટરની ઉપસ્થિતિમાં ઝીરો એરર સાથે ૫૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી

રાજકોટ :  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે સેકન્ડ રેન્ડમાઇઝેશન
સંપન્ન થયા બાદ આજે સવારે ઇ.વી.એમ. યુનિટ અને વી.વી.પેટની સંબંધિત વિધાનસભા મતદાર
વિભાગો(એ.સી.)ને ફાળવણી કરાઇ હતી. ઘંટેશ્વર સ્થિત ઇ.વી.એમ.વેર હાઉસ ખાતે નિયત
સ્ટ્રોંગરૃમમાં કડક સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત સાથે સંબંધિત મતદાર વિભાગોના વિવિધ
રાજકોય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઇ.વી.એમ. યુનિટ અને વી.વી.પેટને સીલ
કરાયા હતા.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર  પ્રભવ જોષીની ઉપસ્થિતિમાં સવારે અધિક જિલ્લા
ચૂંટણી અધિકારી એન.કે.મુછારે ઘંટેશ્વર સ્થિત ઇ.વી.એમ.વેર હાઉસ ખાતે ઝીરો એરર સાથે
૫૦૦થી વધુ કર્મચારીઓને ઇ.વી.એમ. યુનિટ અને વી.વી.પેટની ફાળવણીનો પ્રારંભ કરાવ્યો
હતો. ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાની માર્ગદશકા મુજબ રેન્ડમાઇઝેશનમાં બેલેટ યુનિટ ૧૨૫
ટકા
, કંટ્રોલર
યુનિટ ૧૨૫ ટકા અને વી.વી.પેટ ૧૩૫ ટકા લેખે તમામ વિધાનસભા મતદાર વિભાગો માટે
ફાળવવામાં આવ્યા હતા
, જે
તમામની આજે સંબંધિત બેઠકોના ચૂંટણી અધિકારીઓને સોંપણી કરવામાં આવી હતી. પ્રત્યેક
યુનિટની નોંધણી કરાયા બાદ વ્યવસ્થિત 
ચકાસણી કરીને જ આ યુનિટસ સ્ટ્રોન્ગ રૃમમાં મોકલવા માટે નિયત વાહનોમાં
ગોઠવવામાં આવ્યા હતા.

૬૮-રાજકોટ પૂર્વ બેઠક માટે 
પી.એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલ
,
૬૯-રાજકોટ પશ્ચિમ બેઠક માટે 
એસ.વી.વિરાણી હાઇસ્કુલ
,
૭૦-રાજકોટ દક્ષિણ બેઠક માટે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, ૭૧-રાજકોટ
ગ્રામ્ય બેઠક માટે  એ.એસ.ચૌધરી હાઇસ્કુલ
, ૭૨-જસદણ બેઠક
માટે મોડેલ સ્કુલ-જસદણ
, ૭૩-ગોંડલ
બેઠક માટે  સંગ્રામસિંહજી હાઇસ્કુલ-ગોંડલ
, ૭૪ જેતપુર બેઠક
માટે સેન્ટ ફાન્સીઝ સ્કુલ-જેતપુર અને  ૭૫
ધોરાજી બેઠક માટે  ભગવતસિંહજી
હાઇસ્કુલ-ધોરાજી ખાતેના સ્ટ્રોગરૃમ નિયત કરાયા છે. જયાં આ તમામ ઇ.વી.એમ.
, બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ
અને વી.વી.પેટને સંબંધિત બેઠકોના રાજકીય પક્ષોના ઉમેદવારોની ઉપસ્થિતિમાં વિધિવત
રીતે સીલ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફિસર્સ
, મામલતદારો, નાયબ મામલતદારો, તથા કર્મચારીઓ
સામેલ થયા હતા.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *