– અત્યાર
સુધીમાં
37477 બેલેટ પેપર ભરીને પરત આવ્યા

         સુરત

લોકસભાની
ચૂંટણીમાં મતદાન કરાવનાર પોલીગ સ્ટાફ હોય કે સીઆરપીએફ જવાન તમામ મતદાનથી વંચિત ના
રહે તે માટે આ વખતની સુરત
,
નવસારી, બારડોલી લોકસભાની ચૂંટણીમાં ફરજ
બજાવનાર ૪૫૪૦૬ સ્ટાફને ખાસ બેલેટ પેપર ઇસ્યુ કરાયા છે. જો કે આ વખતની બેલેટ પેપરની
અટપટી સિસ્ટમને લઇને ચૂંટણી તંત્ર પણ અચરજ પામી રહ્યુ છે.

તા.૭મી
મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ૪૭ લાખ મતદારોમાંથી ૪૫ હજાર મતદારો એવા છે
કે જેઓ મતદાન મથકના સ્ટાફ
,
કાયદો અને વ્યવસ્થા, આચાર સંહિતા સંબંધિત
વિવિધ ટીમો
, નોડલ ઓફિસરો, વાહનોાના
ડ્રાઇવરો
, પટાવાળા, મામલતદાર, પ્રાંત કચેરી સહિત ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા છે. જયારે ૭૬૬ મતદારો
સીઆરપીએફમાં ફરજ બજાવે છે. આ તમામ સ્ટાફ મતદાનથી વંચિત નહીં રહી જાય એ માટે જયારે
પ્રથમ તબક્કાની તાલીમ યોજાઇ હતી ત્યારે જ 
ફોર્મ-૧૨ ( બેલેટ પેપર ) આપી દેવામાં આવ્યું હતુ. એ ફોર્મ આપ્યા બાદ અત્યાર
સુધીમાં ૩૭૪૭૭ સ્ટાફે બેલેટ પેપરથી મતદાન કરવા માટે ચૂંટણી અધિકારીને મોકલી આપ્યું
છે
, બાકીના ફોર્મ આવી રહ્યા છે.

અલબત આ
વર્ષે બેલેટ પેપરથી મતદાન માટે ચૂંટણી પંચની અટપટી વ્યવસ્થાથી ચૂંટણી તંત્ર પણ
અચરજ પામી રહ્યુ છે. પહેલા બેેલેટ પેપર આપ્યા બાદ પોસ્ટ વિભાગથી જે-તે ચૂંટણી
અધિકારીના સરનામે મોકલી આપવામાં આવતું હતુ જયારે આ વર્ષે રાજયના તમામ જિલ્લાઓમાં
અધિક કલેકટરની બેલેટ પેપર માટે ખાસ નિમણૂંક કરાઇ છે. જે પોસ્ટલ બેલેટ પેપર આવ્યા
છે
, તે
પેપરોમાંથી રાજયની ૧૮૨ વિધાનસભામાં જેટલા મતદારો હશે તે મુજબ ૧૮૨ અલગ બેગ બનાવવી
પડશે. અને આ બેગ લઇને ગાંધીનગર જવુ પડશે. ત્યાંથી ફરી પાછી ૧૮૨ બેગ લઇને પરત આવવુ
પડશે. વિતરણ કર્યા બાદ મતદાન પછી ફરી પાછી એ બેગ લઇને ગાંધીનગર જવુ પડશે. આમ આવી
અટપટી સિસ્ટમના કારણે કામગીરીનું ભારણ વધ્યુ હોવાનો ગણગણાટ થઇ રહ્યો છે.

સુરતમાં
CRPFના 766 જવાનો માટે પણ બેલેટ પેપરની વ્યવસ્થા

સુરત, નવસારી, બારડોલી લોકસભાની ચૂંટણીમાં ૪૫૪૦૬ સ્ટાફ ફરજ બજાવનાર છે. આ માટે ચૂંટણી તંત્ર
દ્વારા અલગ -અલગ કેટેગરી નક્કી કરાઇ છે. જેમાં એક કેટેગરીમાં પોલીગ સ્ટાફ
, બીજી કેટેગરીમાં માઇક્રો ઓબ્ઝર્વર, પોલીસ, બિન સરકારી સ્ટાફ સાથે સીઆરપીએફના જવાનો 
પણ છે. આ સીઆરપીએફના ૭૬૬ જવાનો માટે પણ બેેલેટ પેપર ઇસ્યુ કરાયા છે. જેમાંથી
૭૪૧ ભરીને પરત આવ્યા છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *