– સચિનમાં
તાવ અને ઝાડા ઉલ્ટી બાદ છ માસનો બાળક અને પાંડેસરામાં ઝાડા ઉલ્ટી થયા બાદ ૫ વર્ષીય
બાળકીનું મોત થયુ
સુરત :
સુરતમાં
શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા કેસ વધી રહ્યા છે. તેવા સમયે સચીનમાં તાવ અને
ઝાડા ઉલ્ટી બાદ છ માસનો બાળક અને પાંડેસરામાં ઝાડા ઉલ્ટી થયા બાદ ૫ વર્ષીય બાળકીનું
મોત નીંપજયું હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશના
ફતેપુરના વતની અને હાલમાં સચીનમાં લક્ષ્મીનગરમાં રહેતો વિમલેશ ગૃપ્તાનો છ માસનો
પુત્ર વિરાટને ગત રાતે તાવ આવતો અને ઝાડા -ઉલ્ટી થઇ હતી. જેથી તેને મરોલીના હેલ્થ
સેન્ટર સારવાર કરાવીને ઘરે લાવ્યા હતા. બાદમાં આજે સવારે બાળકની તબિયત વધુ બગડતા
સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત
જાહેર કર્યો હતો. જયારે બાળકના પિતા કરીયાણાની દુકાન ચલાવે છે. બીજા બનાવમાં મુળ
ઓરીસ્સાના ગંજામના વતની અને હાલમાં પાંડેસરામાં કિષ્ણાનગરમાં રહેતા ચિત્રશેન
બહેરાની પાંચ વર્ષીય પુત્રી ચેલસીને ગત રાતે ઝાડા ઉલ્ટી થઇ હતી. બાદમાં આજે સવારે
તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાઇ હતી. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર
કરી હતી. તેના પિતા લુમ્સ ખાતામાં કામ કરે છે.