– વેડ
રોડ પર દોડતી ઓટો રિક્ષા,
ભાઠેમામાં દોડતી કાર અને કોસાડમાં ચાર્જ કરવા મુકેલી ઇલેકટ્રીક ટુ
વ્હિલમાં આગ લાગી
સુરત,:
સુરતમાં
ગરમી શરૃ થતાની સાથે આગના બનાવમાં વધારો થઇ રહ્યો છે. તેવા સમયે વેડ રોડ પર આજે સવારે દોડતી ઓટો રિક્ષા, ભાઠેમામાં ગત રાતે દોડતી
કાર અને કોસાડમાં આજે બપોરે ચાર્જ કરવા મુકેલી ઇલેકટ્રીક ટુ વ્હિલમાં આગ લાગતા નાસભાગ
થઇ જવા પામી હતી.
ફાયર
બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ આજે શુક્રવારે સવારે એક ઓટો રિક્ષામાં
રાજેશ અને તેનો પરિચિત અમરસિંહ વેડ રોડ
ઉપર આવેલા સી.એન.જી પંપ પર હવા ભરાવીને કામ અર્થે જતા હતા.પસાર થઈ રહી હતી. તે
સમયે વેડ રોડ હરિઓમ મિલ સામે અચાનક રીક્ષામાં આગ લાગી ગઈ હતી. જેથી બંને જણા
તરત નીચે ઉતરી ગયા હતા. બાદમાં આખી રિક્ષા ભડભડ સળગતા લાગતા સ્થાનિકો તરત દોડીને આગ
બુઝાવવાનો પ્રયાસ કરતા હતા. લાશકરો ત્યાં
પહોચીને તરત આગ બુઝાવી હતી. જોકે અમરસિહને વાળમાં સામન્ય આગની જ્વાળ લાગી હતી. પણ
બચી ગયો હોવાનું ફાયર સુત્રો જણાવ્યુ હતુ. બીજા બનાવમાં ભાઠેના ઉમિયા માતાના મંદિર
પાસેથી ગુરુવારે રાતે દોડતી એક કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. જેથી કાર ચાલત તરત
નીચે ઉતરી ગયો હતો.જોકે ફાયર જવાનોએ તુંરત સ્થળે પહોંચી જઈ આગ પર કાબુ મેળવ્યો
હતો. જોકે આગના લીધે કારને નુકસાન થયું હતું.
ત્રીજા
બનાવમાં અમરોલીમાં કોસાડ ખાતે લેક ગાર્ડન પાસે સ્ટાર પેલેસના પાર્કિગમાં આજે
શુક્રવારે બપોરે ઇલેટ્રીક ટુ વ્હિલ ચાર્જીગ કરવા મુકેલુ હતુ. તે સમયે શોર્ટ સર્કિટ
થતા આગ લાગતા ટુ વ્હિલ ભડભડ સળગી રહી હતી. જોકે ત્યાં હાજર લોકોને જાણ તથા તરત
ત્યાં પહોચીને નજીકમાં મુકેલા અન્ય વાહન સાઇડમાં ખસેડયા હતા અને સળગી રહેલી ટુ
વ્હિલ પર પાણી છંટકાવ કરી ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો. ફાયરજવાનો ત્યાં પહોચીને
કુલીંગ કામગીરી કરી હતી. જયારે આગના ત્રણે બનાવમાાં કોઇ ઇજા જાનહાનિ થઇ નહી
હોવાનું ફાયર સુત્રો જણાવ્યું હતું.