અમદાવાદ, શનિવાર
જુહાપુરાના યુવકને શાહપુરમાં બોલાવીને અગાઉના ઝઘડાની અદાવત રાખીને તલવાર અને છરીના ઘા મારીને લોહી લુહાણ કરી મૂક્યો હતો અને હુમલ કરીને આરોપીઓ નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવક હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે શાહપુર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજે તો જીવતો છોડવો નથી કહી જીવલેણ હુમલો કરી આરોપીઓ નાસી ગયા ત્રણે લોકો સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
જુહાપુરામાં રહેતો યુવક તારીખ ૫ એપ્રિલે રાત્રે ૧૦ વાગે ઘરે હાજર હતો ત્યારે આરોપીએ તેને ફોન કરીને અગાઉના ઝઘડાની અદાવત રાખીને શાહપુર બોલાવ્યો હતો. જેથી યુવક શાહપુર આવ્યો હતો ત્યાં ત્રણ શખ્સો હાથમા તલવાર અને છરી લઇને ઉભા હતા.
ત્યારે ત્રણેય ભેગા મળીને યુવકને ગાળો બોલીને આજે તો જીવતો છોડવો નથી તેમ કહીને તલવારથી હુમલો કર્યો હતો અને એક શખ્સે પકડી રાખીને બીજાએ પીઠના ભાગે છરીના ઘા માર્યા હતા. યુવક લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડયો હતો. બુમાબુમ થતાં આસપાસના લોકો ભેગા થતા ત્રણેય આરોપી ત્યાંથી નાસી ગયા હતા. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરાકરી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.