અમદાવાદ, રવિવાર
બાપુનગરમાં આજે બપોરે પડોશી મહિલા પાણી ઢોળતી હોવાથી સામાન્ય બોલાચાલી થઇ હતી, જેમાં મહિલા ઠપકો આપવા જતાં મહિલાને માર મારીને કપડાં ફાડીને છેડતી કરી હતી અને લાફા માર્યા હતા. જાહેરમાં મહિલાની લાજ લેવાની કોશિષ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહાંેચ્યો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે બે મહિલા સહીત છે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરમાં મહિલાને શારિરીક અડપલાં કરી લાજ લેવાની કોશિષ કરી લાફા મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો
બાપુનગરમાં રહેતી ૫૦ વર્ષની મહિલાએ પોતાના ફ્લેટમાં રહેતી બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મહિલા આજે બપોરે ઘરે હાજર હતી ત્યારે પડોશી મહિલા પાણી ઢોળતી હોવાથી મહિલા તેમને કહેવા ગયા હતા. જેથી તેઓએ મહિલા સાથે બોલાચાલી કરીને તકરાર કરી હતી અને તેમનું ઉપરાણું લઇને બીજી મહિલાએ આવીને મારા મારી હતી.
એટલું જ નહી બીજાએક ભાઇ તેમની પત્ની અને પુત્રએ ફરિયાદી મહિલા સાથે ઝપાઝપી કરીને શારિરીક અડપલાં કરીને લાજ લેવાની કોશિષ કરીને મહિલાનો ડ્રેસ ફાડી નાંખ્યો હતો અને ગાલ ઉપર ત્રણ લાફા મારી ગાળો બોલીને ધમાલ મચાવી હતી. બુમાબુમ તથાં સ્થાનિક રહિશો આવી ગયા હતા વચ્ચે પડીને છોડાવ્યા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે મહિલાની ફરિયાદ આધારે બે મહિલા સહિત છ લોકો સામે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.