અમદાવાદ,શનિવાર, 6 એપ્રિલ,2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાની રકમની વસૂલાત
કરવા મિલકત સીલ કરાય છે.થોડા દિવસ અગાઉ નારણપુરાના કરદાતા પાસેથી છ રુપિયા વસૂલવા
નોટિસ અપાઈ હતી.મ્યુનિસિપલ તંત્રને બંધ મિલ સહિતની મિલકતનો સાત ઝોનમાંથી રુપિયા
૩૪૭ કરોડનો પ્રોપર્ટી ટેકસ વસૂલવાનો બાકી છે.કરદાતાઓ તરફથી ટેકસ અંગે કરવામાં આવતી
વાંધા અરજીનો સમયસર નિકાલ કરવામાં આવતો નથી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ દ્વારા બાકી
પ્રોપર્ટી ટેકસની વસૂલાત કરવા માટે બેધારી નિતી અપનાવવામાં આવી રહી હોવાનો
વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.સાત ઝોનમાં મોટી ટેકસની રકમ ભરપાઈ ના કરનારા અનેક
મોટા કરદાતાઓ પાસેથી કર વસૂલાત કરવામાં આવતી નથી.બીજી તરફ નાની રકમ ભરપાઈ કરવાની
બાકી હોય એવા કરદાતાઓની મિલકત ટેકસ વિભાગ દ્વારા સીલ કરવામાં આવે છે.ગાંધી
કોર્પોરેશનના રુપિયા ૧૪.૬૬ કરોડ તથા અદાણી ગેસ પાસેથી રુપિયા ૧૬.૪૬ કરોડનો ટેકસ
વસૂલવાનો બાકી છે.આમ છતાં અદાણીને રિવરફ્રન્ટ ખાતે સ્પોર્ટસ કોમ્પલેકસ ચલાવવાનો
તથા અગાઉ ગાંધી કોર્પોરેશનને ડેકોરેશનનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો હોવાનો પણ
વિપક્ષનેતાએ આક્ષેપ કર્યો છે.બાકી ટેકસની વસૂલાત કરવા માગણી કરવામા આવી છે.

ઝોન મુજબ કેટલો ટેકસ વસૂલવાનો બાકી

ઝોન    વસૂલવાની
રકમ(કરોડમાં)

મધ્ય   ૧૯.૬૭

ઉત્તર   ૮.૨૬

દક્ષિણ  ૩૫.૧૯

પૂર્વ    ૧૪.૫૨

પશ્ચિમ  ૨૨.૨૨

ઉ.પ.   ૨૭.૬૩

દ.પ.   ૧૯.૬૬

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *