અમદાવાદ, શનિવાર
દુનિયા એકવી સદીમી સદી તરફ પ્રયાણ કરી રહી છે અને વિજ્ઞાાન યુગ હજુ પણ અંધશ્રધ્ધામાંથી લોકો બહાર આવતા નથી અને દવા કરવાના બદલે ભુવા ભોપાળા, દોરા ધાગા કરી રહ્યા છે. જેના કારણે ઢોંગી સાધુ બાવાની દુકાનો ચાલી રહી છે. શાહીબાગમાં શાંતિ માટે વૃદ્ધા યોગ ગુરુ બાબાને મળી હતી વૃદ્ધાની સારવાર કરવાની લાલચ આપી તેમના ઘરમાં આવ્યા બાદ સારવારના બહાને બાબાએ મહિલાને લાતો અને ચાબુકથી માર મારી ઇશ્વરીય કૃપા થશે તેવો દાવો કરતો હતો યોગ ગુરુ બાબાએ વૃદ્ધાની છેડતી કરી રૃા. ૮ લાખના દાગીના પડાવ્યા હતા. દોઢ વર્ષ પછી દાગીના પરત નહી આપેને છેતરપીંડી કરી હતી. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે છેડતી અને ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યોગ ગુરુએ માયાજાળ પાથરી વિધી કરવાના બહાને દોઢ વર્ષ પહેલાં રૃા. ૮ લાખના દાગીના લઈ ગયા પછી પરત આપ્યા જ નહીં અને છેતરપિંડી કરી
શાહીબાગમાં રહેતા વૃદ્ધા દોઢ વર્ષ પહેલાં માનસિક શાંતિ માટે તેઓ યોગગુરુ બાબાને મળ્યા હતા. જ્યાં તેઓ મંત્ર લખાવતા હતા અને માનસિક શાંતિ માટે વિવિધ ક્રિયા કરાવતા હતા. ત્યારબાદ બાબાને વૃદ્ધા પોતે બિમાર હોવાની વાત કરી હતી. જેથી તેની સારવારના બહાને બાબા તેમના ઘરે આવ જાવ કરતા હતા. યોગગુરુએ સારવારના બહાને વૃદ્ધાને લાતો અને ચાબુકથી માર માયો હતો. ઉપરાંત તમારા પર ઇશ્વરીય કૃપા થશે અને બધુ સારુ થઇ જશે તેવી લાલચ આપી બાબાએ મહિલાના ૮ લાખના દાગીના પણ મેળવી લીધા હતા.
બીજીતરફ વૃદ્ધાએ વારંવાર તેમના દાગીના પરત માગ્યા હતા. પરંતુ યોગગુરુ બાબા દાગીના આપવા તૈયાર ન હતો. આ બાબાએ અન્ય લોકો પાસેથી પણ આ રીતે દાગીના-પૈસા લીધાનું બહાર આવ્યું છે. એટલું જ નહી બાબાએ તેની પુત્રીને પણ પોતાના વશમાં કરી હોવાનું બહાર આવ્યુ હતું. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.