અમદાવાદ,શનિવાર,6 એપ્રિલ,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રહેણાંક તથા
કોમર્શિયલ હેતુ માટેના પ્લોટ પૈકી એકવીસ પ્લોટની હરાજી વધુ એક વખત મોકૂફ રાખવામાં
આવી છે.પ્લોટોની હરાજી માટે હવે ૧૮થી ૨૧ જૂન સુધીની નવી તારીખ જાહેર કરવામાં આવી
છે.લોકસભાની ચૂંટણીને લઈ આચાર સંહિતાના અમલના કારણે વિવિધ પ્લોટની હરાજી મોકૂફ
રખાઈ હોવાનો દાવો કરવામાં આવી રહયો છે.બીજી તરફ યોગ્ય ભાવ નહીં મળવાની દહેશત
હોવાથી હરાજી મોકૂફ રખાઈ હોવાની મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા ઉપરાંત નિકોલ,મુઠીયા, મોટેરા, થલતેજ, અમીયાપુર, સુઘડ, અને ચાંદખેડાના
સેલ ફોર કોમર્શિયલ, સેલ ફોર
રેસી ડન્સ તથા સ્કૂલ હેતુ માટેના એમ કુલ મળીને એકવીસ પ્લોટનુ ઈ-ઓકશન કરવા અગાઉ
ચારથી આઠ એપ્રિલ-૨૦૨૪ સુધીની તારીખ જાહેર કરવામાં આવી હતી.બાદમાં વિવિધ પ્લોટની
ઓનલાઈન હરાજી માટેની તારીખ ૪થી ૮ એપ્રિલ-૨૪ના બદલે ૧૫થી ૧૯ એપ્રિલ-૨૪ કરવામાં આવી
હતી.હવે ફરી એક વખત અગાઉ જાહેર કરવામાં આવેલી તારીખે હરાજી કરવાનુ ટાળવામાં આવ્યુ
છે.મ્યુનિસિપલ તંત્ર તરફથી ઈ-ઓકશન માટે ૧૮થી ૨૧ જુન-૨૪ સુધીની તારીખ જાહેર કરવામાં
આવતા આ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.
કયા-કયા પ્લોટનુ ઈ-ઓકશન મોકૂફ રખાયુ
ટી.પી.નામ હેતુ ક્ષેત્રફળ કિંમત(પ્ર.ચો.મી)
મોટેરા સેલ
ફોર રેસીડેન્શિયલ ૧૬૦૬૮ ૧,૦૧,૦૦૦
ચાંદખેડા સેલ
ફોર કોમર્શિયલ ૩૬૫૭ ૮૭,૦૦૦
ચાંદખેડા સેલ
ફોર કોમર્શિયલ ૬૬૧૬૮ ૭૬,૦૦૦
ચાંદખેડા સેલ
ફોર રેસિડેન્શિયલ ૩૨૨૯૬ ૮૫,૦૦૦
ચાંદખેડા સેલ
ફોર રેસિડેન્શિયલ ૨૪૦૮૫ ૮૫,૦૦૦
ચાંદખેડા સેલ
ફોર રેસિડેન્શિયલ ૧૨૨૯૨ ૮૪,૦૦૦
બોડકદેવ સેલ
ફોર કોમર્શિયલ ૪૬૫૮ ૨,૭૦,૦૦૦
બોડકદેવ સેલ
ફોર કોમર્શિયલ ૮૧૬૭ ૨,૫૨,૦૦૦
બોડકદેવ સેલ
ફોર કોમર્શિયલ ૫૦૫૮ ૨,૫૨,૦૦૦
થલતેજ સેલ
ફોર રેસિડેન્શિયલ ૪૦૬૨ ૨,૭૫,૦૦૦
મકરબા સેલ
ફોર કોમર્શિયલ ૩૭૪૦ ૮૦,૦૦૦
મકરબા સેલ
ફોર કોમર્શિયલ ૩૧૭૦ ૭૭,૦૦૦
શીલજ સેલ
ફોર રેસિડેન્શિયલ ૯૭૬૫ ૧,૭૦,૦૦૦
વસ્ત્રાલ સેલ ફોર કોમર્શિયલ ૫૯૦૦ ૮૬,૦૦૦
વટવા સેલ
ફોર રેસિડેન્શિયલ ૬૫૫૮ ૪૦,૦૦૦
નિકોલ સેલ
ફોર કોમર્શિયલ ૧૮૯૫ ૭૨,૦૦૦
નિકોલ સેલ
ફોર કોમર્શિયલ ૧૦૮૫ ૭૫,૦૦૦
નિકોલ સેલ
ફોર રેસિડેન્શિયલ ૫૭૪૧ ૭૦,૦૦૦
મુઠીયા સેલ
ફોર કોમર્શિયલ ૧૯૭૧ ૬૫,૦૦૦
મોટેરા સેલ
ફોર કોમર્શિયલ ૯૬૩ ૧,૦૦,૦૦૦
ઈસનપુર સેલ ફોર
કોમર્શિયલ ૧૬૭૨ ૬૦,૦૦૦
નારોલ સેલ
ફોર કોમર્શિયલ ૯૭૦ ૫૦,૦૦૦