દૈનિક બચતના નાણાં ઉઘરાવી કરી ઉચાપત
106 ખાતાધારકોના લાખો રૂપિયાની કરી ઉચાપત
પોલીસે એજન્ટ જયમાલા અગ્રવાલની કરી ધરપકડ
દાહોદમાં આવેલ સહયોગ કો ઓપરેટીવ બેંકની એક મહિલા એજન્ટ દ્વારા ઠગાઈ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા એજન્ટ દ્વારા બેંકના ખાતાધારક ગ્રાહકોના દૈનિક બચતના નાણાં ઉઘરાવીને ઉચાપત કરી હતી.
મળતી માહિતી મુજબ, મહિલા એજન્ટ દ્વારા 106 ખાતાધારકોના 88 લાખથી વધુ નાણાની ઉચાપત કરવામાં આવી હતી. જેને લઈને દાહોદ એ ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે દાહોદ પોલીસ બેંક એજન્ટ જયમાલા અગ્રવાલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદમાં બેંક કર્મચારીઓ દ્વારા ઠગાઇ
સરસપુર નાગરીક કો-ઓપરેટીવ બેંકના મેનેજર તથા બેંક ઓફીસરે આચરેલી છેતરપિંડી મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ બન્ને આરોપીની ધરપકડ કરી લીધી છે. બેંકના ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી FD પર ઓવર ડ્રાફ્ટ મેળવી 3 કરોડની ઉચાપત કરી બેંક સાથે છેતરપિંડી આચરી હતી અને આ ઉચાપત કરવાનું કારણ જુગાર અને મોજશોખ હોવાનું સામે આવ્યું છે.