ફરિયાદ કરનાર સરકારી કર્મી વિજય ડામોર જ નિકળ્યો આરોપી
દાહોદ પોલીસે વિજય ડામોરની કરી ધરપકડ
દાહોદ જિલ્લા પંચાયતમાંથી વિજય ડામોરને ઝડપ્યો
નકલી કચેરી કે ખોટા NA જ નહીં, તેથી પણ વધુ મોટું કૌભાંડ સામે આવવાની તૈયારીમાં છે. આ કૌભાંડ છે ગરીબ આદિવાસીઓની જમીન બચાવવા માટે ઘડાયેલા નિયમ 73AAનું. આદિવાસીની જગ્યા બિનઆદિવાસી પાસે જતી બચાવવા લૅન્ડ એક્ટ માટે જરૂરી મંજૂરી અને વિશેષ પ્રીમિયમ ભર્યાના ખોટા ડોક્યુમેન્ટ બનાવી કરોડોની જમીનો ભૂમાફિયાઓને સગેવગે કરી દેવાઈ હોવાની ફરિયાદ ગોધરા પોલીસને મળી છે.
નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા
નકલી હુકમો બનાવનાર આરોપીને 9 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં દાહોદના બિલ્ડર શૈશવ પરીખને કોર્ટમાં રજૂ કરાયો હતો. તેમાં પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપી શૈશવ પરીખના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ખેતીલાયક જમીનોના નકલી હુકમો બનાવ્યા હતા. જેમાં સરકારને કરોડોનો ચૂનો આરોપીએ લગાવ્યો હતો. આરોપીની ઓફિસ અને ઘરેથી મહત્વના દસ્તાવેજ મળ્યા છે. જેમાં દાહોદ જિલ્લામા નકલીના બોલબાલા જોવા મળ્યા છે.
રિમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા
3 આરોપીની તપાસ હાથ ધરી ત્રણેયને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલાયા હતા. જેમાં જ્યુડિશ્યલમા મોકલ્યા બાદ શૈશવ પરીખની ફર્ધર રીમાન્ડની માંગણી સાથે જેલમાંથી ફરી ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસે ધરપકડ બાદ કોર્ટમા રજુ કરતા 14 દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. તેમાં કોર્ટે આરોપી શૈશવ પરીખના 9 દિવસના રીમાન્ડ આપ્યા છે. ત્યારે હવે રીમાન્ડ દરમિયાન શૈશવ પરીખની ઓફીસ અને ઘરે તપાસ હાથ ધરતા મહત્વના દસ્તાવેજ પણ હાથે લાગ્યા છે. તેમાં રીમાન્ડ દરમિયાન અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.
પોલીસને 2 દિવસમાં 5 ફરિયાદ મળી
દાહોદ પોલીસનું કહેવું છે કે અમે લોકોને અનુરોધ કર્યો હોય કે તેમના ધ્યાને આવાં કોઈ કૌભાંડ હોય તો અમને જાણ કરજો. જેના પગલે બે દિવસમાં પાંચેક અરજીઓ પોલીસને મળી છે. જેમાં સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાડ્યો હોય તેવી બોગસ દસ્તાવેજની 73AA વાળી અરજીઓ પણ છે. જમીનો પર સોસાયટી બની ગઈ અને લોકો રહેવા પણ આવી ગયા છે.