દાહોદ જિલ્લામાં હડકાયા શ્વાનનો આતંક
માતવા અને બાવકામાં હડકાયા શ્વાનનો આતંક
બાવકા ગામે 7થી 8 લોકો ઉપર શ્વાનનો હુમલો

દાહોદ જિલ્લામાં રખડતા શ્વાનનો આંતક વધી રહ્યો છે,માતવા ગામે હડકાયા શ્વાને 2 લોકોને બચકા ભર્યા છે તો 7 થી 8 લોકો પર હુમલો કર્યો છે.હડકાયા શ્વાનને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છે.તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાની સાથે જ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.તો રખડતા શ્વાનને પકડવાની કામગીરી કરાઈ રહી છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,અગાઉ પણ આજ રખડતા શ્વાને લોકો પર હુમલો કર્યો હતો અને તંત્રની ઢીલી કામગીરી દેખાઈ હતી,અત્યારે સ્થાનિકો ઘરની બહાર જતા ડરી રહ્યાં છે.તો રખડતા શ્વાનની સારવાર કરવી જરૂરી બની છે.

અમદાવાદમાં પાલતું શ્વાન માટે પોલીસી બની

અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વચ્ચે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા શ્વાન અને પાળતુ શ્વાન માટે પોલિસી બનાવી છે. જે મુજબ હવે ઘરમાં શ્વાન પાળવા માટે પણ ફરજિયાત લાઈસન્સ લેવાનું રહેશે. આ સાથે જ પાળતું શ્વાન માટે પણ કેટલાક અન્ય નિયમો બનાવાયા છે.

ગરમીના કારણે શ્વાન કરે છે હુમલો ?

તડકાને કારણે શ્વાન પરેશાન થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં શ્વાનને એમ લાગે છે કે મનુષ્ય તેને મારી નાખવા માંગે છે. જેથી જ્યારે શ્વાન તમારી તરફ આવતો હોય તો તેને જોઈને ભાગવું જોઈએ નહીં. તેના બદલે શાંત રહેવું જોઈએ અને ધીમે ધીમે પોતાના રસ્તે આગળ વધવું જોઈએ. આમ કરવાથી શ્વાન તમારા પર હુમલો કરશે નહીં.

17 માર્ચ 2024ના રોજ નડિયાદમાં શ્વાને ફેલાયો હતો આતંક

નડિયાદમાં શ્વાન કરડવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. શહેરના પોશ વિસ્તાર એવા વાણીયાવાડ, બીએપીએસ મંદિર, પીપલગ રોડ, વૈશાલી ગરનાળા સહિતના પશ્ચિમ વિસ્તારમાં આવા રખડતા શ્વાન નગરજનોને અને ખાસ વાહનચાલકોને કરડી રહ્યા હતા. કામગીરી કરાતી હોવાના નગરપાલિકાના દાવા બાદ પણ લોકોને રખડતા શ્વાનની સમસ્યામાંથી છુટકારો મળતો દેખાતો નથી.તો એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનને લઈ 70થી વધુ કેસ નોંધાયા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *