અમદાવાદ,રવિવાર

ભાવનગરમાં આવેલી સ્ટેટ બેંક સૌરાષ્ટ્ના અઘિકારીઓ તેમજ ગોસાલિયા
જુથના ત્રણ લોકો સામે વર્ષ ૧૯૯૫માં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં સીબીઆઇની
કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં ત્રણેય ગોસાલિયા બધુઓને એકથી પાંચ વર્ષની
સજા તેમજ  ૧૫ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
 સીબીઆઇએ વર્ષ ૧૯૯૫માં ભાવનગરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના
તત્કાલિન ચીફ મેનેજર તેમજ ભાવનગરમાં આવેલા ગોસાલિયા ઇન્ટરનેશનલના ભાગીદારો સામે ગુનો
નોંધ્યો હતો. જેમાં આક્ષેપ કરાયો હતો કે બેંકના અધિકારીએ રૂપિયા બે કરોડની રોકડ ક્રેડિટ
મર્યાદા કરી આપી હતી. જેમાં કોઇપણ ખરાઇ  કે
ચકાસણી વિના  ૩૦ લાખની કેશ ક્રેડિટ વધારવાની
અરજી સામે ૬૦ની કેશ ક્રેડિટ કરી આપી હતી. ત્યારબાદ તે વધારીને  અઢી કરોડ સુધીની કરવામાં આવી હતી. તે દરમિયાન ગોસાલિયા
ગ્રુપ ડીફોલ્ટર થયું હતું. આ કેસમાં સીબીઆઇની કોર્ટ દ્વાપા ગોસાલિયા ગ્રુપના વિપુલ
ગોસાલિયા
અનિલ ગોસાલિયા અને દિલીપ ગોસાલિયાને એક થી પાંચ વર્ષની સજા અને
૧૫ લાખ દંડ કર્યો હતો. જ્યારે બેકના અધિકારીઓની મુદ્ત પૂર્ણ થઇ હોવાથી તેમની સામેના
આરોપો રદ કરવામાં આવ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *