Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી માટે મતદાનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ અને કાર્યકરોની પક્ષપલટો કરવાની ઘટનાઓ પણ વધતી જઇ રહી છે. હવે ભાજપને એક જોરદાર ઝટકો લાગ્યો છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી પહેલાં જ ઓડિશા ભાજપના ઉપાધ્યક્ષ અને કદાવર મહિલા નેતા લેખાશ્રી સામંતસિંઘરે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. 

બીજુ જનતા દળમાં જોડાયા 

લેખાશ્રીએ કહ્યું કે તેઓ બીજુ જનતા દળ (બીજેડી) માં જોડાઈ રહ્યા છે. લેખાશ્રી ભૃગુ બક્સીપાત્રા બાદ ભાજપના એવા બીજા મોટા છે જેમણે ચૂંટણીથી થોડાક જ અઠવાડિયા પહેલા પક્ષ છોડી દીધો છે અને બીજેડીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. 

રાજીનામામાં દર્દ છલકાયું! 

ઓડિશા ભાજપ અધ્યક્ષ મનમોહન સામલને પત્ર લખી રાજીનામું આપવાનું કારણ જણાવતાં લેખાશ્રીએ કહ્યું કે હું નેતૃત્વનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી. એટલા માટે હું ભાજપ છોડવાનો નિર્ણય કરી રહી છું. મેં છેલ્લાં દસ વર્ષોમાં ભાજપ માટે લોહી પરસેવો વહાવ્યો છે. જોકે ઈમાનદારી અને તનતોડ મહેનત કરવા છતાં હું નેતૃત્વનો વિશ્વાસ ન જીતી શકી એટલા માટે મને લાગે છે કે મારી પાસે હવે કંઇ રહી ગયું નથી. હવે તેમને બીજેડી દ્વારા બાલાસોરની ટિકિટ મળી શકે છે. 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *