Rahul Gandhi Helicopter Fuel Issue : મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચારનો શંખનાદ કરવા આવેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર શહડોલથી ઉડાન ન ભરી શક્યું. ઈંધણ ખાલી થઈ જવાના કારણે હેલિકોપ્ટર રોકવું પડ્યું. જબલપુરથી વધારે ફ્યૂલ મંગાવવામાં આવ્યું છે. હવામાન ખરાબ હોવાના કારણે ફ્યૂલ આવવામાં મોડું થશે. જેના કારણે રાહુલ ગાંધી સોમવારની રાત્રે શહડોલમાં જ રોકાશે. તેમને સૂર્યા ઈન્ટરનેશનલ હોટલમાં રોકવામાં આવ્યા છે.
રાહુલ ગાંધીએ સોમવારે પહેલા તબક્કાના મતદાનમાં સામેલ મંડલા અને શહડોલ લોકસભા બેઠકો પર કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી જનસભાઓ સંબોધિ હતી. મંડલા લોકસભા વિસ્તારના સિવનીમાં જનસભા બાદ રાહુલ ગાંધી શહડોલના બાણગંગા મેલા મેદાન પર પહોંચ્યા. અહીં જનસભાને સંબોધિત કરી. જોકે, ઈંધણ ઓછું હોવાના કારણે તેમનું હેલિકોપ્ટર ઉડાન ન ભરી શક્યું. તેમને શહડોલની સૂર્યા ઈન્ટરનેશનલ હોટલમાં રોકવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાને રાખતા મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા છે.
નાઈટ હોલ્ટ શહડોલમાં થશે
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જીતૂ પટવારીએ કહ્યું કે, હવામાન ખરાબ છે. વરસાદ પડ્યો છે. ફ્યૂલ આવવામાં મોડું થશે. હવામાન ખરાબ હોવાના કારણે હેલિકોપ્ટર હવે ઉડાન નહીં ભરી શકે. પાયલોટે પણ એજ સલાહ આપી હતી. રાહુલજીની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમને શહડોલમાં જ રોકાવું પડશે. હવે મંગળવાર સવારે છ વાગ્યે અહીંથી રવાના થશે. હું તો રાહુલ ગાંધીથી ઘણો પ્રભાવિત થયો છું. જેમ કે તેમણે સુરક્ષા એજન્સીઓને જણાવ્યું કે હવામાન ખરાબ છે તો તેમણે પૂછ્યું કે હવે શું કરી શકીએ છીએ? શહડોલમાં રોકાવું જ પડશે. તેઓ ખુબ સરળ અને સહજ છે.
રોડ માર્ગે જવાની સંભાવનાઓ ચકાસી
આ પહેલા શહડોલ એસપી કુમાર પ્રતીકે જણાવ્યું કે, ઈંધણની અછતના કારણે રાહુલ ગાંધીનું હેલિકોપ્ટર ઉડાન ન ભરી શક્યું. ઈંધણ જબલપુરથી મંગાવવામાં આવ્યું છે. સમય પર ફ્યૂલ આવી જશે તો જ રાહુલ ગાંધી હેલિકોપ્ટરથી જશે. સુરક્ષાને ધ્યાનમાં રાખતા જબલપુર સુધી રોડ માર્ગે લઈ જવાની સંભાવનાઓ પણ ચકાસવામાં આવી હતી. પરંતુ હવામાન ખરાબ છે. સુરક્ષાના કારણોથી તેમને અહીં પર રોકવાની વ્યવસ્થા કરાઈ છે.
અચાનક વીજળી ગુલ થઈ
રાહુલ ગાંધી શહડોલની જે હોટલમાં રોકાયા છે, ત્યાં અચાનક વીજળી ગુલ થઈ ગઈ. વીજળી જતા જ હોટલમાં હડકંપની સ્થિતિ બની ગઈ હતી. કેટલીક સેકન્ડમાં વીજળી આવી ગઈ. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો. સુરક્ષાને જોતા રાહુલ ગાંધી હોટલના જે ફ્લોર પર રોકાયા છે, તેને બ્લોક કરી દેવાયો છે.